Western Times News

Gujarati News

એઆર રહેમાન અને સાયરા 29 વર્ષ સાથે રહ્યા બાદ લેશે તલાક

મુંબઈ, ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના ૨૯ વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે.

તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે.એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી.

સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.અખબારી યાદીમાં લખ્યું હતું – લગ્નના ઘણા વર્ષાે પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.

શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે.

એઆર રહેમાન અને સાયરાના લગ્ન ૧૯૯૫માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યાે હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા.

સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું ૨૯ વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.