કાંસાવાલા ફેમિલીની પુત્રી યશવીનું આરંગેત્રમ યોજાયું
અમિતભાઈ પટેલ અને ભુમિબેન પટેલની પુત્રી યશવીની વિવિધ મુદ્રાઓથી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ કાર્યક્રમ માટે જાગૃતિ પંડયા, ડો. અંજના વ્યાસ, ડિમ્પલ શાહ, સહાના ભટ્ટ, કોમલ ચૌહાણ, મેહુલ મહેતા, કનીષા શાહ, રિતી શાહ, નીમા મિસ્ત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કલાસીકલ ડાન્સ માટે જાણીતી નૃતિ સંસ્થામાં નાની ઉંમરે જ શહેરના જાણીતા કસવાલા ફેમીલીની પુત્રી કુમારી યશવી આરંગેત્રમ ડાન્સ શીખી રહી હતી. ગુરૂમાતા ભૈરવી હેંમતના હાથ નીચે તાલીમ લેતી યશવીનો આરંગેત્રમનો કાર્યક્રમ તાજેતરમાં શહેરના દિનેશ હોલ ખાતે યોજાયો હતો
જેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો તથા કલાપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Former Dy. CM Nitin Patel) તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav) તથા અતિથિ વિશેષ તરીકે દુરદર્શનના ડેપ્યુટી ડાયરેકટર ઉત્સવ પરમાર ખાસ હાજર રહયા હતા.
કાંસાવાલા ફેમિલીમાં અમિતભાઈ પટેલ અને ભુમિબેન પટેલની પુત્રી યશવી પટેલ નાનપણથી જ સાંસ્કૃતિક પ્રવૃતિમાં રૂચી ધરાવતી હતી પરિણામે પરિવારજનોએ યશવીને અમદાવાદ શહેરની જાણીતી અને આંબાવાડી, શાહીબાગ, સાબરમતી અને સેટેલાઈટ વિસ્તારમાં શાખા ધરાવતી નૃતિ સંસ્થામાં આરંગેત્રમ નૃત્ય શીખવા માટે પ્રવેશ અપાવ્યો હતો.
સંસ્થામાં તેના ગુરૂ તરીકે ભૈરવી હેમંતભાઈ હતા તેમના હાથ નીચે યશવીએ યર્થાક મહેનત કરી તાલીમ મેળવી છે. કસવાલા પરિવારે યશવીનો આરંગેત્રમનો કાર્યક્રમ યોજવા માટે નિર્ણય કર્યો હતો. શહેરના થલતેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે આવેલ મણિચંદ્ર સોસાયટી વિભાગ-૪ માં રહેતા પ્રવિણભાઈ પટેલ સહિત તમામ પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
શહેરના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હોલ ખાતે તા.૩૦મી જુન રવિવારના રોજ યશવીનો આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના આચાર્ય કુમારી ભક્તિ વી. પંડ્યાએ યશવીની મહેનતને બિરદાવી હતી.
યશવીની વિવિધ મુદ્રાઓથી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ કાર્યક્રમ માટે જાગૃતિ પંડયા, ડો. અંજના વ્યાસ, ડિમ્પલ શાહ, સહાના ભટ્ટ, કોમલ ચૌહાણ, મેહુલ મહેતા, કનીષા શાહ, રિતી શાહ, નીમા મિસ્ત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી.
કસવાલા ફેમિલીના દશરથભાઈ પટેલ, શારદાબેન પટેલ તથા પ્રવિણભાઈ પટેલ, કૈલાશબેન પટેલ અને લાલભાઈ પટેલ અને લલિતાબેન પટેલે યશવીના અથાગ મહેનતનું પરિણામ જોઈ ખુશખુશાલ થઈ ગયા હતાં. આ પ્રસંગે દર્શિલ પટેલ, ધારા પટેલ, રિયાન, જોયા (કસવાલા ફેમિલી)એ શુભેચ્છાઓ પાઠવી હતી.