Western Times News

Gujarati News

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બર, 2002ના રોજ ખુલશે

  • આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઇપીઓની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 386થી ₹ 407 નક્કી થઈ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 2 છે;

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“ACIL” અથવા “કંપની”)એ એનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આઇપીઓ 09 નવેમ્બર, 2022, બુધવારે ખુલશે. આઇપીઓ અંતર્ગત ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)ની ઓફર થશે અને દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 2 છે.

આઇપીઓમાં ₹ 8,050.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને 16,150,000 ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (“વેચાણ માટેની ઓફર”, અને ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે “ઓફર”) સામેલ છે. એન્કર રોકાણકારને બિડ કરવાની તારીખ 7 નવેમ્બર, 2022ને સોમવાર રહેશે. ઓફર 11 નવેમ્બર, 2022, શુક્રવારે બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 386થી ₹ 407 નક્કી થઈ છે. બિડ લઘુતમ 36 ઇક્વિટી શેર અને પછી 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

AICL ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ આ માટે કરશેઃ (i) કંપનીએ ₹ 6,440.00 મિલિયનના ઇશ્યૂ કરેલા નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (“NCDs“)નું આંશિક કે સંપૂર્ણ, રિડેમ્પ્શન કે વહેલાસર રિડેમ્પ્શન; અને (ii) બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરશે (ઓફરના ઉદ્દેશો).

વેચાણ માટેની ઓફરમાં કેમિકાસ સ્પેશિયાલિટી એલએલપી (પ્રમોટર વિક્રેતા શેરધારક) દ્વારા 2,000,000 ઇક્વિટી શેર અને ઇન્ડિયા રિસર્જન્સ ફંડ, સ્કીમ 1 દ્વારા 3,835,562 ઇક્વિટી શેર, ઇન્ડિયા રિસર્જન્સ ફંડ, સ્કીમ 2 દ્વારા 6,478,876 ઇક્વિટી શેર, પિરામલ નનેચરલ રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3,835,562 ઇક્વિટી શેર (સંયુક્તપણે, રોકાણકાર વિક્રેતા શેરધારકો અને પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે, વિક્રેતા શેરધારકો) સામેલ છે.

કંપનીએ ચેન્નાઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તમિલનાડુમાં 31 ઓક્ટોબર, 2022ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RoC”) (“RHP”) દ્વારા ઇક્વિટી શેર ઓફર થયા છે તથા એનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર થશે. ઓફરના ઉદ્દેશો માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ NSE રહેશે.

ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી) (“SCRR”)ની દ્રષ્ટિએ, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ) નિયમન, 2018 (“SEBI ICDR નિયમનો”) ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે.

આ ઓફર SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે અને SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, “QIB પોર્શન”)ને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે,

કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs“) સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવશે (“એન્કર રોકાણકાર હિસ્સો”), જેમાંથી SEBI ICDR નિયમનો મુજબ, એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

ઉપરાંત, ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર રોકાણકાર હિસ્સાને  બાદ કરતાં) (નેટ ક્યુઆઇબી પોર્શન) સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો તમામ QIBsને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર QIBsને સપ્રમાણ આધારે ફાળવણી માટે બાકીના નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે.

વળી ઓફરનો લઘુતમ 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં (એ) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો એવા બિર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની એપ્લિકેશન ₹ 200,000થી વધારે અને ₹ 1,000,000 સુધીની હશે તથા (બી) નોન-ઇન્સ્ટિટ્યૂશન પોર્શનનો બે-તૃતિયાંશ હિસ્સો ₹ 1,000,000થી વધારે રકમ ધરાવતી એપ્લિકેશન ધરાવતા બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જેમાં શરત એ છે કે, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનના આ બંને પેટાકેટેગરીઓમાંથી એક પણ કેટેગરી અંડર-સબસ્ક્રાઇબ રહેશે તો સેબી આઇસીડીઆરના નિયમોને અનુરૂપ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન (“બિન-સંસ્થાગત પોર્શન“)ની અન્ય પેટાકેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે, જે ઓફર કિંમત પર કે વધારે કિંમત પર માન્ય બિડને આધિન રહેશે અને ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો RIBsને ફાળવવા માટે ઉપલબ્ધ છે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમની સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરવી પડશે

અને યુપીઆઈ વ્યવસ્થાનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સને કેસમાં યુપીઆઈ આઇડી, જો લાગુ પડે તો, તેની વિગતો આપવી પડશે, જેમાં બિડની રકમ ઓફરમાં સહભાગી SCSBs દ્વારા કે યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી. વિગતવાર જાણકારી મેળવવા માટે આરએચપીના પાનાં 367 પર “ઓફર પ્રોસીજર ” જુઓ.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.