ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) દેશ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યો છે અને એ દરમિયાન આજે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ખેડબ્રહ્મા પાસેના મેત્રાલ આર્ડેકતા કોલેજમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ.
અને એ અંતર્ગત સરકાર શ્રી દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ તથા શિક્ષણ તથા રમતગમતના ક્ષેત્રે સારી સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયુ.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી એ સ્વાગત પ્રવચન કર્યું હતુ. ખેડબ્રહ્મા તાલુકાના અગ્રગણ્ય લોકો તથા સંસ્થાઓ દ્વારા નીમાબેન આચાર્યને મોમેન્ટો તથા ભેટો આપી સન્માન કરવામાં આવ્યું. પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબે ગુજરાત સરકાર અને વડા પ્રધાન શ્રી મોદી સાહેબે આદિવાસી સમાજ માટે કેટલું કામ કર્યું તે વિગતવાર સમજાવતાં કહ્યું હતું
કે આદિવાસી લોકોને આવાસ યોજના શિક્ષણ ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે પરભર થવા માટે દરેક રીતે સહાય કરી છે અને આદિવાસીના બાળકો વિદેશમાં ભણવા જતા થયા છે. આદિવાસી બહેન રમીલાબેન બારાને પણ તેઓ રાજ્યસભામાં લઈ ગયા છે.
અધ્યક્ષ પદેથી બોલતા નીમાબેન આચાર્યએ પણ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલ કામો ની માહિતી આપી હતી. ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ માટે દરેક ક્ષેત્રે સહાય કરેલ છે.
ખેડબ્રહ્મા તથા અંબાજી ના લોકોની સગવડ માટે રેલવે પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. કાર્યક્રમ અંતર્ગત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પણ ઓનલાઇન વિષય અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ નિર્માબેન આચાર્ય, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,
ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ મોદણબેન પરમાર, વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ નીનામા પોશીના તાલુકા પંચાયત પ્રમુખ ચીમનભાઈ આદિજાતિ મોરચાના લુકેશભાઈ, ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ મુળજીભાઈ પટેલ, જિલ્લા સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ , એપીએમસી પ્રમુખ અમૃતભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય,
સાબર ડેરી પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન અમરતભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહામંત્રી નરશીભાઈ તથા બકાભાઇ સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ખેડબ્રહ્મા આયોજના અધિકારી શ્રી નીનામા સાહેબ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી એચ યુ શાહ
મામલતદાર કોદરવી સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી હટાર સાહેબ આર્ડેકતા કૉલેજના શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, ખેડબ્રહ્મા વિજયનગર તથા પોશીના તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા અગ્રગણ્ય લોકો તથા આદિવાસી સમાજના અગ્રગણ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને અંતે આભાર વિધિ ખેડબ્રહ્મા પ્રોજેક્ટ ઓફિસના પ્રાયોજના અધિકારી શ્રી નીનામા સાહેબે કરી હતી. અંતે સૌને ભોજન પીરસાયુ હતું