Western Times News

Gujarati News

શું તમે ઘી ના નામે યુરિયા તો પેટમાં નથી નાંખી રહ્યા ને? પતંજલિ-અમૂલના નામથી બજારમાં ધૂમ વેચાણ

ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના નામે નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીઝ ઝડપાઈ છે.

યુરિયામાંથી નકલી ઘી બનાવી ૧૮ બ્રાન્ડના નામે બજારમાં ધૂમ વેચાણ -૨૫૦૦ કિલો કાચો માલ મટીરિયલ પકડાયું

આગ્રા, ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના નામે નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીઝ ઝડપાઈ છે. આ ફેક્ટરીઝ ભારતના તમામ મોટા શહેરોમાં પ્રચલિત બ્રાન્ડના નામે નકલી ઘી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.

આ ફેક્ટરીઝ યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલ ભેળવીને ઘી તૈયાર કરી રહી હતી. તેઓ ૧૮ મોટી બ્રાન્ડના સ્ટિકર લગાવીને આ છેતરપિંડી કરતા હતાં.

આ નકલી ઘીનો સપ્લાય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં થઈ રહ્યો હતો. જેમાં પામ ઓઈલ અને યુરિયા જેવા હાનિકારક પદાર્થોની ભેળસેળ થતી હતી. પોલીસે દરોડા પાડી ફેક્ટરીમાંથી આશરે ૨૫૦૦ કિગ્રા રો મટિરિયલ અને નકલી ઘી જપ્ત કર્યું હતું. પોલીસે બાતમીના આધારે તાજગંજ વિસ્તારમાં નકલી ઘઈ બનાવતી ત્રણ ગેરકાયદે ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા.

કાર્યવાહી દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ ફેક્ટરી શ્યામ એગ્રોના નામથી રજિસ્ટર્ડ છે. આ ફેક્ટરીનો માલિક ગ્વાલિયર રહેવાસી નીરજ અગ્રવાલ છે. ગેરકાયદે ચાલતી આ ત્રણ ફેક્ટરીમાંથી એક ફેક્ટરીમાં નકલી ઘી બનતુ હતું. બીજી ફેક્ટરીમાં રો મટિરિયલ્સ રાખવામાં આવતા હતા, અને ત્રીજી ફેક્ટરીમાં સપ્લાય માટે તૈયાર નકલી ઘીનો સ્ટોક હતો.

નાયબ પોલીસ કમિશનરે સુરજ કુમાર રાયને જણાવ્યું હતું કે, તાજગંજ સ્થિત ગેરકાયદે ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નકલી ઘી રાખ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં ફેક્ટરીમાંથી ૧૮ બ્રાન્ડના સ્ટીકર પણ મળ્યા હતા. તેમજ બ્રાન્ડના નકલી પેકેજિંગ અને મટિરિયલ પણ મળી આવ્યા હતા. આ નકલી ઘીમાંથી મોટા પ્રમાણમાં એસેન્સ, પામ ઓઈલ, યુરિયા અને વિવિધ પ્રકારના રિફાઈન્ડ ઓઈલ, વનસ્પતિ ઘી મળ્યું છે.

ડીસીપીએ જણાવ્યું હતું કે, નકલી ઘીનો સપ્લાય સમગ્ર ઉત્તર ભારતમાં થઈ રહ્યો હતો. તેની તપાસ ચાલુ છે. આ કૌભાંડમાં સામેલ તમામ વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરાશે. ટોચની બ્રાન્ડના નામે તૈયાર આ નકલી ઘીનો ૫૦ ટન જથ્થો મેરઠ મોકલવામાં આવ્યો છે. પોલીસની એક ટીમ ટ્રકને ટ્રેક કરી રહી છે. આ ત્રણ ફેક્ટરીના માલિકની અન્ય ત્રણ બી ફર્મ પણ છે. જે મધ્યપ્રદેશમાં રજિસ્ટર્ડ છે. જેમાંથી પણ એક્સપાયર્ડ સામાન મળ્યો હતો.

On January 2, 2025, three fake ghee factories were busted in Agra. They were manufacturing counterfeit ghee under well-known brands. Made with harmful substances like palm oil and urea, the fake ghee was sold at a premium price.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.