આરીઝ ખંભાતાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન
અમદાવાદ, જાણીતા ઉદ્યાગપતિ, સમાજસેવી અને પરોપકારી તથા રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતાનું મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું. ૮૫ વર્ષીય ઉદ્યોગપતિ લાંબા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની પર્સિસ અને બાળકોમાં પીરૂઝ, ડેલ્ના અને રૂઝાન છે.
આ સમાચાર સાથે જ તેમના પરીવાર અને પારસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. આપને જણાવી દઇએ કે, રસના ભારતની સૌથી મોટી અને અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે. જેનો સ્વાદ દેશના દરેક નાગરિકની જીભ પર રહેલો છે.
આ સમચારની જાણકારી રસના ગ્રુપ દ્વારા એક નિવદેનમાં આપવામાં આવી છે. રસના ગ્રુપે બહાર પાડેલા એક ઓફિશ્યલ નિવેદનમાં જણાવ્યા અનુસાર, “ખૂબ જ દુઃખ અને શોક સાથે અમે ૧૯ નવેમ્બરના રોજ તેમના નિવાસ સ્થાને રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન – આરીઝ ખંભાતાના દુઃખદ નિધનની જાહેરાત કરીએ છીએ.”
ખંભાતા વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઇરાની ઝરથોસ્ટિસના પૂર્વ ચેરમેન હતા. આ ઉપરાંત તેઓ અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ પ્રેસિડેન્ટ અને ફેડરેશન ઓફ પારસી ઝોરોસટ્રીયન અંજુમન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા.
તેમના જીવનકાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રમાં અનેક સિદ્ધીઓ અને પદ હાંસલ કર્યા હતા. ગુજરાતના પ્રારંભિક ઉદ્યોગસાહસિકો પૈકી એક ખંભાતાએ સોફ્ટ ડ્રિંક સેગમેન્ટમાં કૌટબિંક- માલિકીનો બિઝનેસ કર્યો હતો. જે તેણે પિયોમાં ઇન્ડસ્ટ્રીઝમાં બનાવ્યો હતો.
જે હેઠળ સોફ્ટ ડ્રિંક કોન્સેન્ટ્રેટ બ્રાન્ડ, રસનાની સ્થાપના કરવામાં આવી હતી. આ બ્રાન્ડ ૬૦ દેશોમાં ઉપલબ્ધ છે અને MNC દ્વારા પ્રભુત્વ ધરવતા સેગમેન્ટમાં માર્કેટ લીડર રહી છે.
ખંભાતાને ઉદ્યોગક્ષેત્રમાં તેમના યોગદાન બદલ અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમને પ્રેસિડેન્ટ ઓફ હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સ મેડલ અને પશ્ચિમી સ્ટાર, સમરસેવા અને સંગ્રામ મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખંભાતાને તેમના ક્ષેત્રમાં આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ નેશનલ સિટિઝન્સ એવોર્ડથી સન્માનિત કરાઇ ચૂક્યા છે.SS1MS