અરિજિત સિંહના કોન્સર્ટમાં ૧૬ લાખ રૂપિયાની ટિકિટ

મુંબઈ, બોલિવૂડ સિંગર અરિજિત સિંહના દેશ-દુનિયામાં લાખો ફેન્સ છે. ત્યારે તેના વિવિધ શહેરમાં મ્યુઝિક કોન્સર્ટ પણ આયોજિત થતા રહે છે. હવે એક રિપોર્ટથી એવી માહિતી મળી રહી છે કે સિંગર અરિજિત સિંહના આગામી પૂનેના કોન્સર્ટની ટિકિટની કિંમત રૂપિયા ૧૬ લાખ સુધી પહોંચી શકે છે. જેથી અરિજિત સિંહના ફેન્સ પણ ટિકિટની આટલી વધારે કિંમત જાણીને ચોંકી ગયા છે.
રિપોર્ટ મુજબ, સિંગર અરિજિત સિંહ આગામી વર્ષ ૨૦૨૩માં પૂનેના ધ મિલ્સમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરશે. અરિજિત સિંહના આ મ્યુઝિક કોન્સર્ટમાં સ્ટેન્ટિંગ એરિયાની ટિકિટની કિંમત ૯૯૯ રૂપિયાથી શરૂ થાય છે. જે એરિનામાં પ્રીમિયમ લાઉન્જ માટે ૧૬ લાખ રૂપિયાની કિંમત સુધી પહોંચે છે.
એક ટિ્વટર યૂઝરના જણાવ્યા મુજબ, અરિજિત સિંહના આ મ્યુઝિક કોન્સર્ટમાં પ્રીમિયમ લાઉન્જ ૧ જેની કિંમત ૧૬ લાખ રૂપિયા છે. જેમાં અનલિમિટેડ ફૂડ (૩ શાકાહારી, ૩ નોન વેજ સ્ટાર્ટર્સ, ૨ વેજ, ૨ નોન વેજ મેન કોર્સ, ૧ ઈન્ટરનેશનલ મીઠાઈ) મળશે. તેમજ સાથે બિયર સહિતના કોલ્ડ ડ્રિંક પણ મળશે.
આ રિપોર્ટ વર્ષ ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનાનો છે. રિપોર્ટ મુજબ, સિંગર અરિજિતે મુંબઈના વર્સોવા વિસ્તારમાં ફ્લેટ ખરીદ્યા હતા. આ વિસ્તારને શહેરના પોશ એરિયા પૈકીનો એક ગણવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અરિજિતે ખરીદેલા ચારેય ફ્લેટ ૭ બંગલોમાં સવિતા સીએચએસ નામના બિલ્ડિંગમાં છે. પહેલા ફ્લેટની કિંમત ૧.૮૦ કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફ્લેટ છઠ્ઠા માળે છે.
આ જ ફ્લોર પર અરિજિતે બીજા ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેની કિંમત ૨.૨૦ કરોડ, ૨.૬૦ કરોડ અને ૨.૫૦ કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. મતલબ કે, ચાર ફ્લેટ અરિજીતે લગભગ ૯.૧ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. અરિજિત સિંહે પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૫માં આવેલા સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુળ’થી કરી હતી.
આ શો દરમિયાન ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નજર અરિજિત પર પડી અને તેમણે ફિલ્મ ‘સાંવરિયા’માં ‘યૂં શબનમી’ ગીત ગાવાની તક અરિજિતને આપી. અરિજિતે તેલુગુ ભાષામાં પણ ગીતો ગાયા છે. અરિજીતે ‘મર્ડર ૨’થી બોલિવુડમાં સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું.SS1MS