અરીજીત સિંહનો કોલકાતાનો નવા વર્ષમાં યોજાનારો કોન્સર્ટ રદ
કલકત્તા, ગત દિવસોમાં કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના ઉદ્ઘાટન સમારોહમાં લોકપ્રિય સિંગર અરિજીત સિંઘે રંગ દે તુ મોહે ગેરુઆ ગીત ગાયું હતું જેના પગલે તેનો આગામી કાર્યક્રમ રદ થયો છે. ભાજપે કહ્યું મમતા બેનર્જીની સામે આ ગીત ગાયું એટલે કેન્સલ કરવામાં આવ્યો છે.
બોલીવુડ સિંગર અરિજીત સિંઘનો નવા વર્ષમાં કલકત્તામાં યોજાનાર કોન્સર્ટ રદ થઇ ગયો છે. આ કોન્સર્ટ કલકત્તાના ઇકો પાર્કમાં થવાની હતી. સિંગરના લાઈવ કોન્સર્ટના રદ થવા પાછળ રાજનૈતિક કારણ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજનીતિ શરુ થઇ ગઈ છે. બીજેપીએ અરિજીતનો આ શો કેન્સલ કરાવવા પાછળ કારણ આપ્યું છે કે, સિંગરે કોલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગીત મમતા બેનર્જી સામે રજુ કર્યું હતું અને તેના લીધે અરિજીત તેની કિંમત ચૂકવી રહ્યો છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે કલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન પ.બંગાળના સીએમ મમતા બેનર્જીના સામે શાહરુખ ખાન અને કાજાેલની ફિલ્મ દિલવાલેનું ગીત રંગ દે તુ મોહે ગેરુઆ ગાયું હતું જેના પગલે અરિજીતનો અગામી શો જે ઇકો પાર્કમાં થવાનો હતો તે તેમણે રક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણ ના ગીત બેશરમ રંગ મુદ્દે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, આ ગીતના શબ્દો અને દીપિકાના બીકીનીના રંગને લીધે હિંદુઓની લાગણી દુભાતી હોવાનો દાવો કરીને આ ફિલ્મને રીલીઝ નહી કરવાની માંગ પણ ઉઠી છે.
આ અંગે પહેલીવાર શાહરૂખ ખાને કલકત્તા ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રતિક્રિયા આપી હતી, ત્યારે ભાજપે અરિજીત સિંઘનો આગામી કાર્યક્રમ તેણે આ કાર્યક્રમમાં ‘ગેરુઆ’ ગીત ગાયું હોવાના લીધે રદ કરાવ્યો છે.