અર્જુન બિજલાનીએ નવા વર્ષથી છોડી સિગરેટ
મુંબઈ, ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ વર્ષની શરૂઆત સ્મોકિંગ છોડવાના સંકલ્પ સાથે કરી છે. તેણે પોતાના આ ર્નિણયની જાહેરાત ટિ્વટ થકી કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, મને સ્મોકિંગ કર્યે ચાર દિવસ થઈ ગયા છે. નવા વર્ષનો સંકલ્પ કામ કરી રહ્યો છે.
સાચું કહું તો ખૂબ સારું લાગી રહ્યું છે. હાલમાં જ આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું, આ વર્ષે મેં વિચાર્યું કે હું સ્મોકિંગ છોડી દઉં. આ સરળ નથી પણ હું પૂરતો પ્રયાસ કરી રહ્યો છું. એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે અને મેં સિગરેટ પીધી નથી. ચોક્કસથી હું પેચિસની મદદ લઈ રહ્યું છું પરંતુ શરૂઆત સારી છે.
હું લાંબા સમયથી છોડવા માગતો હતો પણ આ સરળ નથી. આ વર્ષે મેં મારા દીકરા માટે થઈને સ્મોકિંગ છોડવાનો ર્નિણય કર્યો. હું તેની સામે સારો દાખલો બેસાડવા માગતો હતો. મેં વર્ષની શરૂઆત પોઝિટિવ નોટ સાથે કરી છે. હું ફ્રેશ અનુભવી રહ્યો છું. ૪૦ વર્ષીય અર્જુન બિજલાનીએ સ્મોકિંગ ઉપરાંત દારુનું સેવન પણ બંધ કરી દીધું છે. તેણે કહ્યું, “હું અતિશય ડ્રિંક નથી કરતો. ક્યારેક ક્યારેક પીવું છું.
હું આ ડિટોક્સ દર વર્ષે કરું છું અને ૩-૪ મહિના સુધી દારુને અડતો પણ નથી. અર્જુને જણાવ્યું કે, ૧૫ વર્ષ પહેલા તેણે સ્મોકિંગ શરૂ કર્યું હતું અને આ ર્નિણયથી તેના સ્વાસ્થ્ય પર હવે સારી અસર થઈ રહી છે. જ્યારે પણ મને સિગરેટ પીવાની તલબ લાગે ત્યારે હું મારી જાતને બીજી દિશામાં વાળી લઉં છું. મેડિટેશનથી પણ મદદ મળે છે. આ માત્ર શરૂઆત છે. મને આશા છે કે હું ૨૮ દિવસનો માઈલસ્ટોન મેળવી લઈશ.
કહેવાય છે કે, તમે સળંગ ૨૮ દિવસ સુધી સ્મોકિંગ ના કરો તો છોડવામાં સક્ષમ રહો છો.” અર્જુનને લાગે છે કે તેના આ ર્નિણયથી ઘણાં લોકોને પ્રેરણા આપી શકશે.SS1MS