અભિનેતા અર્જુન કપૂર એ જાહેરમાં કહ્યું હું સિંગલ છું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/arjun-malaika.jpg)
મલાઈકા અરોરાનો છટક્યો પારો એક સમયના બોલીવુડના લવબડ્ર્સ ગણાતા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે છૂટા પડી ગયા છે
મુંબઈ,
એક સમયના બોલીવુડના લવબડ્ર્સ ગણાતા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે છૂટા પડી ગયા છે. બંને જણ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે આખરે બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન દરમિયાન જ અર્જુને પોતાનું રિલેશનશિપ સ્ટેટસ કલિયર કરી દીધું હતું. અર્જુનના આ સ્ટેટમેન્ટ પર હવે મલાઈકા અરોરાની કમેન્ટ સામે આવી છે અને એ જોતા એવું લાગી રહ્યું છે કે અર્જુનના એવા વર્તનથી મલાઈકા ખાસ ખુશ નથી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું હતું કે હું એક ખૂબ જ પ્રાઈવેટ પર્સન છું અને હું મારી લાઈફ વિશે વાત કરવા માટે ક્યારેય પબ્લિક પ્લેટફોર્મનો ઉપયોગ નથી કરતી અને મને એ પસંદ પણ નથી. અર્જુને જે પણ કહ્યું છે એ તે તેના વિચારો છે અને ઈચ્છા છે. વાત જાણે એમ છે કે, સિંઘમ અગેઈનના એક ઈવેન્ટ દરમિયાન ત્યાં હાજર ભીડે મલાઈકા-મલાઈકાના નામનું હુટિંગ કર્યું હતું ત્યારે અર્જુને બધાની સામે જ કહ્યું હતું કે હવે હું સિંગલ છું એટલે તમે લોકો થોડું રિલેક્સ કરો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો અને હવે આટલા સમય બાદ આખરે મલાઈકાએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે.મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે જે કંઈ પણ અર્જુને કહ્યું એ તેની સમજ છે. મારા માટે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું છે, પરંતુ તેમ છતાં મેં લાઇફમાં મુવ ઓન કર્યું છે અને નવા વર્ષને ખુશીથી ગળે લગાવીશ.અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ બાદ પણ જ્યારે મલાઈકા અરોરાના પિતાનું નિધન થયું હતું ત્યારે પણ અર્જુન સતત મલાઈકાની સાથે ઉભો રહ્યો હતો અને તેણે ખૂબ જ સારી રીતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી.
જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.મલાઈકા અરોરાની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તેનું આઈટમ સોંગ માઝા એક નંબર રીલિઝ થયું હતું જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્યારે અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આ વર્ષે સિંઘમ અગેઈનમાં જોવા મળ્યો હતો અને દર્શકોને તેનું કામ ખૂબ જ ગમ્યું હતું. આ સિવાય તે ટુંક સમયમાં જ ફિલ્મ નો એન્ટ્રી ૨માં દેખાશે, જેમાં તેની સાથે દિલજીત દોસાંઝ અને વરુણ ધવન પણ જોવા મળશે.ss1