સોનમ કપૂરને કારણે અર્જુન કપૂરે ખાધો છે માર
મુંબઈ, કરણ જાેહરના ચેટ શૉ કોફી વિથ કરણની અત્યારે સાતમી સિઝન ચાલી રહી છે. મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો રીલિઝ કર્યો છે. આગામી એપિસોડમાં સોનમ કપૂર અને અર્જુન કપૂર કરણ જાેહરના મહેમાન બનવાના છે. પ્રોમોમાં જ જાેઈ શકાય છે કે સોનમ અને અર્જુન એકબીજા વિશે રસપ્રદ ખુલાસા કરી રહ્યા છે.
આટલુ જ નહીં અર્જુન કપૂર મલાઈકા અરોરા વિશે પણ ખુલીને વાત કરતો જાેવા મળ્યો છે. રક્ષાબંધનનો સમય છે ત્યારે ભાઈ-બહેનની આ જાેડીને સાથે જાેવા માટે ફેન્સ આતુર છે. અર્જુન કપૂર માટે કહેવામાં આવે છે કે તે બોલિવૂડનો સૌથી સારો ભાઈ છે. જે અંશુલા, જાહ્નવી અને ખુશીનું તો ધ્યાન રાખે જ છે, કપૂર પરિવારની અન્ય બહેનોની સાથે પણ તે હંમેશા ઉભો હોય છે.
View this post on Instagram
કરણ જાેહરના શૉ દરમિયાન અર્જુન કપૂરે ખુલાસો કર્યો કે સોનમ કપૂરને કારણે એકવાર તેને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં સોનમ કપૂરે અર્જુન કપૂરને જણાવ્યુ હતું કે બાલ્કેટબોલ કોર્ટમાં અમુક છોકરા તેને હેરાન કરી રહ્યા છે.
View this post on Instagram
અર્જુન આ ઘટના યાદ કરતાં કહે છે કે, હું તે લોકો પાસે ગયો અને કહ્યું કે તમે મારી બહેન સાથે આ પ્રકારે વાત કેવી રીતે કરી શકો છો. મને યાદ છે કે તે શાહરુખ ખાનની ફિલ્મ જાેશના સીન જેવી સ્થિતિ હતી, જ્યાં બે ગેંગ એકબીજા સાથે લડવા તૈયાર હતી.
તેમણે મને આંખ પર પંચ માર્યો હતો. પણ સ્કૂલમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો કારણકે મેં તેમને અબ્યુઝ કર્યા હતા. આ સિવાય પ્રોમોમાં જાેઈ શકાય છે કે સોનમ કપૂર પોતાના ભાઈઓ વિશે ચોંકાવનારો ખુલાસો કરી રહી છે. અર્જુન કહે છે કે, મને લાગી રહ્યું છે કે મને અહીં સોનમ કપૂરથી ટ્રોલ કરવા માટે બોલાવવામાં આવ્યો છે.
આ સિવાય સોનમ કપૂર જ્યારે રણબીર કપૂરની વાત કરી રહી હતી તેણે કહ્યું કે રણબીરની અપકમિંગ ફિલ્મનું નામ શિવા નંબર ૧ છે. આ સાંભળીને કરણ અને અર્જુન હસી પડે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સોનમ કપૂર અત્યારે પોતાના પ્રેગ્નન્સી ફેઝને એન્જાેય કરી રહી છે.
અર્જુન કપૂરની ફિલ્મ એક વિલન રિટર્ન્સ તાજેતરમાં જ રીલિઝ થઈ છે, જેમાં તેની સાથે જૉન અબ્રાહમ, તારા સુતારિયા અને દિશા પટણી હતા. આ સિવાય અર્જૂન કપુર ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ લેડી કિલરમાં જાેવા મળશે.SS1MS