રકુલપ્રીત અને ભૂમિ પેડનેકર સાથે અર્જુન કપૂરનું લવ સર્કલ
મુંબઈ, એક્શન ફિલ્મોની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે પણ રોમેન્ટિક ફિલ્મોનું આકર્ષણ અકબંધ રહ્યું છે. અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંગ અને ભૂમિ પેડનેકર આગામી રોમેન્ટિક કોમેડીમાં સાથે જોવા મળશે. ૨૧ ફેબ્રુઆરીએ ફિલ્મની રિલીઝ પહેલાં ‘મેરે હસબન્ડ કી બીવી’નું મોશન પોસ્ટર શેર થયુ હતું.
જેમાં આ ફિલ્મને અર્જુન કપૂરના લવ ટ્રાયેંગલ નહીં, પરંતુ પૂરા લવ સર્કલ તરીકે ઓળખાવવામાં આવી હતી. પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટે મોશન પોસ્ટર શેર કરતા જણાવ્યું હતું કે, યહાં પ્યાર કી જીઓમેટ્રી થોડી ટિ્વસ્ટેડ હૈ-ક્યુંકિ લવ ટ્રાયેંગલ નહીં, પૂરા સર્કલ હૈ.
મુદસ્સર અઝીઝના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં લગ્ન જીવન અને પ્રેમની આંટીઘૂંટીઓને રમૂજી રીતે દર્શાવવામાં આવશે તે નક્કી છે. મુદસ્સર અગાઉ ‘પતિ પત્ની ઔર વોહ’, હેપ્પી ભાગ જાયેગી અને ‘ખેલ ખેલ મૈં’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. મનોરંજન સાથે રોમાન્સનું મિશ્રણ કરવામાં તેમની હથોટી છે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૨માં એનાઉન્સ થઈ હતી અને હવે ફેબ્›આરીમાં રિલીઝ થઈ રહી છે.
‘મેરે હસબન્ડ કી બીવી’ના ત્રણેય લીડ એક્ટર્સ છેલ્લા ઘણાં સમયથી હિટ ફિલ્મ માટે તરસી રહ્યા હતા. ‘સિંઘમ અગેઈન’માં વિલનના રોલ થકી અર્જુન કપૂર ફરી ચર્ચામાં આવ્યો છે. જ્યારે રકુલ પ્રીતની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે ૨’માં અજય દેવગનનો લીડ રોલ છે.
જો કે તે પહેલાં આવી રહેલી ‘મેરે હસબન્ડ કી બીવી’ રકુલને મદદરૂપ થઈ શકે છે. ભૂમિ પેડનેકરે ‘દલદલ’ સિરીઝથી ઓટીટીમાં ડગ માંડ્યા છે. આ સિરીઝનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત અન્ય સિરીઝ ‘ધ રોયલ્સ’માં ભૂમિ સાથે ઈશાન ખટ્ટર છે.SS1MS