રોહન ઠક્કરને ડેટ કરી રહી છે અર્જુન કપૂરની બહેન અંશુલા
મુંબઈ, બોલિવુડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. થોડા મહિનાઓ પહેલા અંશુલા પોતાના જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં હતી. હવે અંશુલા પોતાની લવ લાઈફના કારણે લાઈમલાઈટમાં આવી છે.
અંશુલા કપૂર સ્ક્રીનરાઈટર રોહન ઠક્કરને ડેટ કરી રહી છે. પ્રાથમિક રીતે રોહન હિન્દી ફિલ્મો માટે લખતો નથી પરંતુ તેણે કેટલાક ક્રોસ લેંગ્વેજ ઈન્ડી પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હાલમાં જ અંશુલા કપૂરે રોહન સાથે એક બૂમરેંગ શેર કર્યું હતું અને ત્યારથી જ બંને પ્રેમમાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. અહેવાલ પ્રામણે, અંશુલા અને રોહન છેલ્લા થોડા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
સૂત્રોના અહેવાલેથી મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે, “આ વર્ષની શરૂઆતમાં તેમણે ઓફિશિયલી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અંશુલાનો પરિવાર રોહન અંગે જાણે છે અને તેને પસંદ કરે છે. અંશુલા અને રોહન અવારનવાર વેકેશન પર જતાં જાેવા મળે છે.
બંને ટૂંક સમયમાં પોતાના સંબંધને આગળ વધારે તો નવાઈ નહીં. અંશુલા અને રોહન એકબીજા સાથે ખૂબ ખુશ છે. અંશુલા કપૂરને જ્યારે તેના રિલેશનશીપ સ્ટેટસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હા પણ ના પાડી કે ના પણ ન કહી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અંશુલાએ કહ્યું હતું, “હું વિનમ્રતાથી આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરું છું.
હું મીડિયા સાથે આ અંગે વાત નથી કરવા માગતી. મારી ઈચ્છાને માન આપવા માટે આભાર.” રોહન સાથે આ મુદ્દે વાત નહોતી થઈ શકી. અંશુલા અને રોહન હાલમાં જ બે દિવસની ગોવા ટ્રીપ પરથી પાછા ફર્યા છે. તેઓ લંડન પણ ગયા હતા. તેઓ અવારનવાર સાથે વેકેશન પર જતા રહે છે. ઉલ્લેખનીય છે કે, અંશુલા, બોની કપૂર અને તેમનાં પ્રથમ પત્ની મોનાની દીકરી છે.SS1MS