Western Times News

Gujarati News

ડૉ. મનમોહનસિંહના નિધનથીમાં ભારતીયે પોતાનો એક મહાન સપૂત ગુમાવ્યો છે: અર્જુન મોઢવાડિયા

પૂર્વ વડપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહ જી નિધન અંગે શોક વ્યક્ત કરતા પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ડૉ. મનમોહનસિંહના નિધનથીમાં ભારતીયે પોતાનો એક મહાન સપૂત ગુમાવ્યો છે.

ડૉ. મનમોહન સિંહજી દેશની જનતાની પિડાને સમજનાર એક મહા માનવ હતા. વર્ષ ૧૯૯૧ માં નાણાંમંત્રી તરીકે તેમણે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારીને આર્થિક વિકાસની દિશામાં અગ્રેસર થવાનો પાયો નાખ્યો હતો.

વડાપ્રધાન તરીકે પણ ડૉ. મનમોહન સિંહે દેશને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. સાથે જ પ્રામાણીક્તા અને સાદગી પૂર્ણ જીવન થકી એક આદર્શ રાજનેતાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે વ્યક્તિગત રીતે ડૉ. મનમોહસિંહ મારા માટે એક પિતા તૃલ્ય માર્ગદર્શક હતા. જ્યારે પોરબંદર કે ગુજરાતના પ્રશ્નોને લઈને તેમની સામે ગયો ત્યારે તેમણે અંગત રસ દાખવીને તે પ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો. તેમના નિધનથી શોકની લાગણી અનુભવી રહ્યો છું, એ મહામાનવ ને સહૃદય શ્રદ્ધાંજલિ..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.