બુકાનીધારી લૂંટારૂઓએ હથિયારની અણીએ જ્વેલર્સમાં ચલાવી લૂંટ
વાપી, વાપીના ભડકમોરા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. ભડકમોરા વિસ્તારમાં રાત્રે ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. સૌ પ્રથમ દુકાનની બહાર કાર સાફ કરી રહેલા દુકાનના માલિકને તમંચા જેવું હથિયાર બતાવી ધમકાવ્યો હતો. ત્યાર બાદ દુકાનની બહાર રહેલા કેટલાક લોકોને પણ હથિયારો બતાવી ધમકાવીને ભગાવી લૂંટારૂઓ હથિયાર સાથે દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
ત્યાર બાદ દુકાનમાંથી અંદાજે ૧ કિલો સોનું, ૧૫ કિલોથી વધુ ચાંદી અને ૫૦ હજારથી વધુ રોકડ રૂપિયા મળી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ બાઈક પર ત્રણ લૂંટારો આવે છે. ત્યાર બાદ અચાનક જ હથિયાર કાઢી અને દુકાનના માલિક અને બહાર રહેલા લોકોને ધમકાવી ત્યાંથી ફરાર થઈ જવા જણાવે છે.
ત્યાર બાદ દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી ૫૦ હજારથી વધુ રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના મળીને લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. દુકાનદારના કહેવા પ્રમાણે લૂંટારૂઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે કાફલો સ્થળ પર પહોંચી નાકાબંધી કરી લૂંટારૂઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, લૂંટારુઓ છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા જ સ્થળ પર પહોંચીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.
જાેકે, સામી દિવાળીએ લૂંટારું ટોળકી ફરી સક્રિય થતા વલસાડ જિલ્લા પોલીસ માટે ચોર તસ્કર અને લૂંટારાઓ પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને લૂંટારોઓને શોધવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી.SS1MS