આર્મી ડિઝાઇન બ્યૂરો અને CII દ્વારા ગુજરાતમાં સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે તકોનું અન્વેષણ કરાયું
Ahmedabad, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા મુખ્યમંત્રીના સલાહકારની કચેરી (સંરક્ષણ અને એરોસ્પેસ) સાથે મળીને આર્મી ડિઝાઇન બ્યૂરોના અધિક મહા નિદેશક મેજર જનરલ કે.વી.જૌહર સાથે ગુજરાતમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદન વિકાસમાં સંરક્ષણ ઉદ્યોગ માટે રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મેજર જનરલ જૌહરે વિવિધ સંરક્ષણ સંબંધિત પરિયોજનાઓમાં સ્વદેશીકરણ અને ઔદ્યૌગિક સહયોગ અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે ઉદ્યોગજગત અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે મજબૂત જોડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક ગુજરાત સરકારના સલાહકાર એર માર્શલ આર.કે. ધીરની અધ્યક્ષતામાં યોજાઇ હતી અને ઔદ્યોગિક વિસ્તરણ બ્યૂરો (iNDEXTb)ના પ્રબંધ નિદેશક IFS સુશ્રી નિલમ રાની પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ વાર્તાલાપથી ઉદ્યોગજગતના સભ્યોને આર્મી ડિઝાઇન બ્યૂરો સાથે નવા ઉત્પાદનના વિકાસ માટેના માર્ગો અને મહત્વ સમજવામાં મદદ મળી હતી.