જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાએ પાંચ પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા

શ્રીનગર, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાે હતો. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (ર્ન્ઝ્ર) પર સેનાએ ૪-૫ પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા.
સેનાએ જણાવ્યું હતું કે પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.એલઓસીને અડીને આવેલા વિસ્તારમાં ત્રણ માઈન બ્લાસ્ટ થયા હતા અને પાકિસ્તાન તરફથી પણ ગોળીબાર કરાયો હતો. ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી હતી.
જેમાં ૪થી ૫ ઘુસણખોરો માર્યા ગયા હતા.સેનાએ કહ્યું હતું કે, ‘૧ એપ્રિલના રોજ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાે. આના કારણે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં માઈન બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાની સેનાએ ગોળીબાર કરતા યુદ્ધવિરામનો ભંગ થયો છે. આપણા સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.SS1MS