પુંછ LoC પાસે પાકિસ્તાની ઘુસણખોરને સેનાએ ઠાર માર્યો
જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં સેનાના તૈયાર જવાનોએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામા એલઓસી પર આજે ઘૂસણખોરીના મોટા પ્રયાસની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ સેનાના જવાનોએ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી અને પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો છે. બે ઘાયલ થયા છે.
ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા બાદ સેનાના જવાનો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
ઘૂસણખોરી જાેઈને સેનાના જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગમાં એક આતંકી ઠાર થયો જ્યારે તેના બાકીના સાથીઓ જંગલ તરફ ભાગવામાં સફળ રહ્યા.
બીજી તરફ લેફ્ટનન્ટ કર્નલ આનંદે ઘટના વિશે જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન ફાયરિંગમાં એક મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય ઘૂસણખોરો જંગલમાં ભાગી ગયા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, સેનાને કોર્ડન વિસ્તારમાં વધુ બે પાકિસ્તાની ઘૂસણખોરોની હાજરીની શંકા છે.
સેનાના તમામ પ્રયાસો છતાં કાશ્મીરમાં આતંકવાદીઓ સક્રિય છે. તાજેતરમાં બારામુલા પોલીસે કસ્ટડીમાંથી ભાગી ગયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બારામુલ્લા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા ૨ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા.