Western Times News

Gujarati News

આર્મી મેનને ૪ અને ૬ વર્ષની દીકરીઓને મહિને ૧૫ હજાર ભરણપોષણ આપવા આદેશ

અમદાવાદ, બે સગીર દીકરીઓના ભરણપોષણ માટે નીચલી કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેની સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરવી કાઢવામાં આવ્યો છે. ત્રણ હજારનું ભરણપોષણ આપવાની વાત કરાઈ હતી જેની સામે હાઈકોર્ટે સુધારો કરીને તેને ૧૫૦૦૦ કરવાનો આદેશ આપ્યો છે.

બે દીકરીઓની માતાએ કરેલી અરજી બાદ હાઈકોર્ટે સગીર દીકરીઓને મહિને પંદર હજાર ચૂકવવા માટે આર્મી મેનને આદેશ કર્યો છે. પતિ ઘરથી દૂર રહેતો હોવા છતાં પત્ની પ્રેગનેન્ટ કઈ રીતે થઈ તે મામલે દંપતીનો વિવાદ ચાલતો હતો પરંતુ કોર્ટે પહેલા દીકરીઓનું વિચારીને તેમને ભરણપોષણ આપવા માટે આદેશ કર્યો છે.

રિપોર્ટ્‌સ મુજબ ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મી મેનના પત્નીએ તેમની બે દીકરીઓના ભરણપોષણ માટે કરેલી રજૂઆત બાદ નીચલી કોર્ટે ત્રણ હજાર આપવા આદેશ કર્યો હતો. જે બાદ મહિલાએ આદેશથી નારાજ થઈને હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને માન્ય રાખીને હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને સુધારીને રકમને પાંચગણી વધારીને પંદર હજાર કરી દીધી હતી.

બનાવની મળતી વિગતો પ્રમાણે આ કેસમાં પતિ-પત્ની વચ્ચે પત્નીના ગર્ભને લઈને ઝઘડો ચાલતો હતો. પતિ લાંબા સમયથી ઘરથી દૂર હોવા છતાં પત્ની કઈ રીતે પ્રેગનેન્ટ થઈ તે બાબતે વિવાદ ચાલી રહ્યો હતો.

જાેકે, કોર્ટે બન્ને દીકરીઓ ૬ અને ૪ વર્ષની થઈ હોવાથી પહેલા તેમના જીવનનિર્વાહ અંગેનો વિચાર કરીને આ વિવાદથી પર રહીને મોટો ર્નિણય લીધો છે. આ કેસમાં અરજદાર મહિલા કે જેમણે આર્મી મેન સાથે સામાજિક અને ધાર્મિક રીતિરિવાજાે પ્રમાણે વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.

આ લગ્નજીવન દરમિયાન મહિલાએ બે બાળકીઓને જન્મે આપ્યા છે અને તે માતા સાથે રહે છે. પરંતુ લગ્ન જીવનમાં વિવાદો શરુ થતા મહિલાને વર્ષ ૨૦૧૮માં ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ પછી તેમણે બે દીકરીઓના ભરણપોષણ અંગે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. કોર્ટે આઈપીસીની કલમ ૧૨૫ પ્રમાણે ભરણપોષણની અરજીને માન્ય રાખીને ૩૦૦૦ રૂપિયા પત્નીને ચૂકવવા માટે પતિને આદેશ કરવામાં આવ્યો હતો. જાેકે, નીચલી કોર્ટના આદેશથી નારાજ પત્નીએ હાઈકોર્ટમાં ભરણપોષણની રકમ વધારવા માટે અરજી કરી હતી, જેને કોર્ટે માન્ય રાખીને રકમમાં વધારો કરીને તેને ૧૫,૦૦૦ રૂપિયા કરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.