Western Times News

Gujarati News

‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલ લગ્નના બંધનમાં બંધાઈ

મુંબઈ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોમાં લગ્નની સીઝન ખુલી છે. થોડા સમય પહેલા જ મલ્હાર ઠાકર અને પુજા જોશીના લગ્ન કરી નવી જિંદગીની શરૂઆત કરી છે. ત્યારે હવે લવની ભવાઈ ફિલ્મની એક્ટ્રેસ આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.

આરોહીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગમાં તત્સસ મુનશી સાથે લગ્નના ફેરા ફરી જિંદગીની નવી ઇનિંગની શરૂઆત કરી છે. બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.આરોહી પટેલ અને તત્સત મુનશીએ રાજસ્થાનના ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કરી લીધા છે.

આરોહી પટેલ અને તત્સત મુનશીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં છે. આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ ઉદયપુર પહોંચી હતી. નવદંપતી મલ્હાર અને પૂજા પણ ખાસ મિત્ર આરોહીના લગ્નમાં સામેલ થયાં હતા.આ લગ્નની સીઝન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખાસ રહી છે. આ સીઝનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બે જોડીઓ લગ્નના બંધનમાં બંધાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Aarohi (@iamaarohii)

પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશીએ લગ્ન કર્યા, તો હવે આરોહી પટેલ અને તત્સત મુનશીએ પણ લગ્ન કરી લીધા છે.આરોહી પટેલ અને તત્સતે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આરોહી પટેલે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નના સમાચાર ચાહકોને આપ્યા છે.

તસવીરો પોસ્ટ કરીને આરોહીએ લખ્યું, પ્યાર દોસ્તી હૈ.આરોહી અને તત્સત બંનેએ લગ્નમાં પોતાનો લૂક સિમ્પલ રાખ્યો હતો, છતાં પણ તેમનો આ લૂક ખાસ હતો. આરોહીએ પોસ્ટ કરેલી તસવીરમાં તેના હાથની મહેંદીમાં તત્સતનું નામ પણ જોવા મળી રહ્યું છે.

બંનેએ લગ્ન કર્યા પછી ચિયર્સ કરતો પોઝ આપતી પણ તસવીર ક્લિક કરાવી છે. કપલની હલ્દી સેરેમની અને સંગીતમાં ગુજરાતી કલાકારોએ ખૂબ ડાન્સ કર્યાે હતો. જયારે થોડા દિવસો પહેલા તત્સત મુનશીના ઘરે સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

કઈ ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું?તત્સત મુનશી અને આરોહી પટેલે ઓમ મંગલમ સિંગ્લસ ફિલ્મ અને વેબસિરીઝ નોન આલ્કોહોલ બ્રેકઅપમાં સાથે કામ કર્યું છે.

આ સિવાય આ બંન્ને અવારનવાર સાથે જોવા મળતા હતા. તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીના રિસેપ્શનમાં બન્નેએ એકસાથે તસવીરોમાં પોઝ આપ્યા હતા.ક્યારે બન્ને વચ્ચે મિત્રતા થઈ? તત્સત મુનશી અને આરોહી પટેલ વેબ સિરીઝ નોન આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા હતા અને ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના શૂટિંગ પછી બન્ને વચ્ચે મિત્રતા વધુ મજબૂત બની હતી.

તત્સત મુનશી અને આરોહી પટેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારી ફેમિલી અમને ટોમ એન્ડ જેરી કહે છે. અમારી મિત્રતા તેમના જેવી છે. આ સિવાય બંનેને વીડિયો ગેમ્સ અને મસાલા મૂવીઝ ખૂબ જ ગમે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.