Western Times News

Gujarati News

5 હજારમાં નકલી આધાર કાર્ડ બનાવી આપતા શખ્સની ધરપકડ

સુરતમાથી પકડાયુ નકલી આધારનું મસમોટું રેકેટ

ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભૂપેન્દ્ર તિવારી છે અને શહેરમાં પાલગરબા સીએસસી સેન્ટર ચલાવી રહ્યો હતો

સુરત, સુરતમાં એક મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે, સુરતમાં ફરી એકવાર નકલીનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેના નકલી આધાર કાર્ડ કાઢી આપીને બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડવામાં મદદ કરતો હોવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભૂપેન્દ્ર તિવારી છે અને શહેરમાં પાલગરબા સીએસસી સેન્ટર ચલાવી રહ્યો હતો.

હાલ પોલીસ આ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં વધુ એક ચોંકાવનારુ કૌભાંડ સામે આવ્યુ છે. ભારતમાં દિવસ દિવસે બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી વધી રહી છે, સુરતમાં એક શખ્સે લગભગ ૫૦૦૦ રૂપિયામાં નકલી આધાર કાર્ડ બનાવી આપીને આ ગુનામાં વધારો કર્યો છે. સુરતમાં માત્ર ૫૦૦૦માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનારા શખ્સ ભૂપેન્દ્ર તિવારીની પોલીસ ધરપકડ કરી છે. ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભૂપેન્દ્ર તિવારી પાલગરબા સીએસસી સેન્ટર ચલાવતો હતો.

આ પહેલા આ મામલે સુરત પીસીબી અને એસઓજીની ટીમે ૯ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જે આરોપીઓની પૂછપરછમાં આ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલ્યુ હતુ. ભુપેન્દ્ર તિવારીનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે, અને છેલ્લા કેટલાય સમયથી આ ગુનાને અંજામ આપી રહ્યો છે. પીસીબી અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, એટલુ જ નહીં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.

જે પૈકી ઉત્રાણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, કેટલાય બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ઘૂસી રહ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ બાંગ્લાદેશીઓ પૈકી એક બાંગ્લાદેશી જેનુ નામ બહાદુર રફીક ખાન છે, તેની પણ ઉત્રાણ પોલીસે પૂછપરછ કરી હતી, તેમાં પણ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યુ હતુ. બહાદુર ખાન એક એજન્ટને ૨૦,૦૦૦ની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવીને ભારતમાં ઘૂસ્યો હતો. હાલમાં બહાદુર કડિયા કામ કરી રહ્યો છે. બહાદુરે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને ૫,૦૦૦ આપીને બાગસ આધારકાર્ડ બનાવડાવ્યુ હતું, જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્રાણ પોલીસે હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.