અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ ખાતે વિકસિત ભારત રથોનું આગમન
જોધપુરમાં અર્બન હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં
અમદાવાદ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનો વિકસિત ભારત રથ જોધપુર વોર્ડ પહોંચ્યો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ ખાતે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથોનું આગમન થયું હતું.
જોધપુર ખાતે સવારે અર્બન હેલ્થ સેન્ટર અને બપોરે જોધપુર વોર્ડ ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતા. આશરે 2000 લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટી.બી.જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 1200 જેટલા આયુષ્યમાન કાર્ડનું એનરોલમેન્ટ કરવામાં આવ્યું હતું તથા 900 આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, વિવિધ કમિટીઓના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.