યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ખેડબ્રહ્મામાં થયેલ આગમન
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મામાં માનવતાના મસિહા, આધ્યાત્મના પ્રહરી, મહામનીશ્રી,શાંતિ દૂત, તેરાપંથ ધર્મ સંઘના ૧૧ માં ગાદીપતિ યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ એમની સાથે ૧૦૨ જેટલા સાધુ અને સાધ્વીજીઓ પદવિહાર કરીને મુંબઈ મુકામે જઈ રહ્યા છે. ૪૦ દિવસની આ યાત્રા તારીખ ૨૩.૨. ૨૦૨૩ ને ગુરુવારના રોજ ૧૦ઃ૩૦ કલાકે ખેડબ્રહ્મા નગરમાં પ્રવેશ થવાનો છે.
તો તેમના સ્વાગત અભીવંદના અને મંગલમય નગર પ્રવેશ કાર્યક્રમ શેઠ કે. ટી હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે ૧૧ઃ૩૦ કલાકે યોજાવાનો છે જેમાં પધારવા માટે સૌ હરિભક્તોને ભાવ, ભક્તિ અને શ્રદ્ધા સાથે આમંત્રણ છે. જેના સમારોહ અધ્યક્ષ તરીકે સંસદસભ્યશ્રી રમીલાબેન બારા મુખ્ય મહેમાન તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે પ્રાંત ઓફિસર શ્રી એચ. યુ. શાહ તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ જાેશી ઉપસ્થિત રહેશે.. યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ ની દિવ્ય વાણી સાથે આશીર્વાદ પ્રાપ્ત થશે.. કાર્યક્રમની પૂરજાેશમાં તૈયારી શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ સભાના પ્રમુખશ્રી સુરેશ છાજેડ, શ્રી શંકરલાલ શાહ, શ્રી મનોજભાઈ દોશી, પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, શ્રી હરિહર પાઠક, શ્રી જગદીશભાઈ ભટ્ટ નગરજનો દ્વારા કરાઈ રહી છે.