કેપ્ટન રોહિત શર્માનો ફેવરિટ બન્યો અર્શદીપ
એડિલેડ, ICC ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પાંચ રનથી હરાવી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ બનાવી લીધું છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ અર્શદીપ સિંહના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું ‘અમે અર્શદીપ સિંહને ડેથ ઓવરો માટે તૈયાર કર્યો, જે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં અસરકારક સાબિત થઈ રહ્યો છે’, કેપ્ટનના કહેવા પ્રમાણે, અર્શદીપ અને અનુભવી ફાસ્ટ બોલર મહોમ્મદ શમી વચ્ચે એક વિકલ્પ હોત. અર્શદીપે બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ રનથી મળેલી જીતમાં ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી. બાંગ્લાદેશને અંતિમ ઓવરોમાં ૨૦ રનની જરૂર હતી.
નુરુલ હસને અર્શદીપની બોલિંગ પર સિક્સ અને ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તે શાંત ર્યો અને બે શાનદાર યોર્કર કરીને ભારતને જીત અપાવી. મેચ ખતમ થયા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ‘અર્શદીપ જ્યારે ટીમમાં આવ્યો તો અમે તેને ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે કહ્યું હતું. બુમરાહ ટીમમાં નથી અને તેવામાં આ કામ કોઈના માટે પણ સરળ ન હોત.
એક યંગ બોલર માટે આ પ્રકારની ભૂમિકા નિભાવવી સરળ નથી પરંતુ અમે તેને તૈયાર કર્યો. તેણે ઉમેર્યું હતું કે ‘તે છેલ્લા આઠ-નવ મહિનાથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. જાે કોઈ કામને સતત કરી રહ્યું છે તો હું તેનું સમર્થન કરું છું. અમારી પાસે શમી અને અર્શદીપ હતા. હું શાંત હતો પરંતુ સાથે નર્વસ પણ હતો.
એક ટીમ તરીકે તમારી વ્યૂહરચનાનો અમલ કરવા માટે શાંત રહેવું મહત્વપૂર્ણ છે. ઓછી ઓવરની મેચમાં કોઈ પણ ટીમ જીતી શકે છે. પરંતુ વરસાદ બાદ જ્યારે મેચ શરૂ થઈ તો અમે સંયમ જાળવી રાખ્યો અને અંતે અમને સારી જીત મળી.
રોહિત શર્માએ વિરાટ કોહલીના વખાણ કરતાં કહ્યું હતું કે ‘કોહલી સારી લયમાં હતો અને આ તેની કેટલીક સારી ઈનિંગ સાથે જાેડાયેલો કિસ્સો હતો. એશિયા કપ બાદ તેણે પાછું વળીને જાેયું નથી. તે ખૂબ જ અનુભવી છે. આ સિવાય જે રીતે કેએલ રાહુલે બેટિંગ કરી તે ટીમ માટે સારી રહી.SS1MS