વાપીની કંપની દ્વારા દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને વ્હીલ ચેર અપાયા

(પ્રતિનિધિ)વાપી, વલસાડ જિલ્લામાં આવેલ વાપી અને સરીગામમાં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના ફંડ હેઠળ વાપીના ફછ ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથપગ વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા લાભાર્થીઓ રજીસ્ટર થયા છે.
વલસાડ જિલ્લામાં હાથ-પગ ગુમાવનાર કે ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપી અને સરીગામમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના ઓડિટોરિયમ ખાતે ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતની જાણીતી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગમાં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પ અંગે પ્રોજેક્ટ મેનેજર નંદા ઠક્કરે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ૪૦ વર્ષ જૂની છે.
તે સમગ્ર ભારતમાં વિકલાંગ લોકો માટે વિશેષ બનાવેલા સાધનોના કેમ્પ યોજે છે. વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ સાથે ૫ વર્ષથી તેઓ જાેડાયેલા છે. જે અંતર્ગત આજના આ કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ દિવ્યાંગ લોકોને તેમની સંસ્થાએ બનાવેલ સાધનો પૂરા પાડશે. તેમણે બનાવેલા સાધનો અંગે તેમણે જણાવ્યું હતું કે પોલિયો જેવા લોકોને ફાયદો કરી તેમના પગ સીધા રહે સારી રીતે ચાલી શકે તે માટે વિશેષ પ્રકારના કેલીપર તૈયાર કર્યા છે.