અમદાવાદના વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે
( પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર અને હેરિટેજ સિટી અમદાવાદનું મોનીટરીંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિકાસમાં AI મહત્ત્વનો ભાગ ભજવશે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં આ મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, Artificial intelligence will be taken for the development of Ahmedabad
જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઈકોનોમી, લિવેબલ અને હેપ્પી સિટીનો સમાવેશ થાય છે. આ સાથે AI સેલની સ્થાપના કરવામાં આવશે અને પ્રોપર્ટી ટેક્સ, પાર્કિંગથી લઇને ગાર્ડનિંગ સુધીની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે.
AMC દ્વારા હવે AI સેલની સ્થાપના કરવામાં આવશે, જેમાં CCTV ડ્રોન, મોબાઈલ ફોન, ડેશ કેમેરા જેવા વિવિધ Al કેમેરા દ્વારા સમગ્ર શહેરનું મોનિટરિંગ કરવામાં આવશે. ERP હેઠળના HRMS, પ્રોપર્ટી ટેક્સ જેવાં મોડ્યૂલમાં પણ AIનો ઉપયોગ કરવામાં આવશે. AIHI ઉપયોગથી શહેરની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને કામગીરીમાં સરળીકરણની સાથે આધુનિકતા આવશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ જગજાહેર છે. ત્યારે ટ્રાફિક, પાર્કિંગ અને વેન્ડિંગ રેગ્યુલેશનમાં એકસૂત્રતા જળવાય એવું આયોજન Alની મદદથી કરાશે. પાર્કિંગ બાયલોઝ અને પાર્કિંગ પોલિસીની અમલવારી માટે પાર્કિંગ સેલની રચના કરવામાં આવશે, જેના અંતર્ગત પાર્કિંગ એન્ફોર્સમેન્ટ બ્રિગેડ ઊભી કરવામાં આવશે. શહેરમાં ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ, મલ્ટી લેવલ વગેરે પાર્કિંગનાં સ્થળોના મોનિટરિંગમાં શેર્ડ પાર્કિંગ અને પાર્કિંગ પરમિટ મેળવવા માટે ICT અને AIની મદદથી સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે.
શહેરમાં 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્માર્ટ મોનિટરિંગનું સ્માર્ટ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે. પાર્કિંગની જગ્યાએ પહોંચવા મેપ સહિત ડિજિટલરૂપે પેમેન્ટ ચુકવણી કરી શકાશે. દરેક ઝોનદીઠ પાંચ સ્ટ્રેટેજિક લોકેશન પર પાર્કિંગ બનાવવામાં આવશે, જેના માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
શહેરમાં ગ્રીન કવર વધે એ માટે પણ Alની મદદ લેવાશે. ખાનગી માલિકીની જગ્યાઓમાં ગ્રીનરી વધે એ માટે ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડન તેમજ ગાર્ડનિંગ માટે જરૂરી ટેક્નિકલ માર્ગદર્શનની કામગીરીમાં મદદ લેવાશે. કિચન ગાર્ડન માટે વર્ચ્યુઅલ કલાસીસનું આયોજન કરાશે. શહેરીજનોને ઘેરબેઠાં ગાર્ડનિંગ માટેનું સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે AI આધારિત “CALL ON GARDEN HELP APPLICARION” બનાવવામાં આવશે.