મોડાસાના સરડોઈના કલાકારે ગોધરામાં શિક્ષકના નિવૃત્તિ સમારોહમાં અતિથિપદ શોભાવ્યું
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) પંચમહાલ જિલ્લાના ગોધરા ના કોટડા ગામની ફળીયા પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક જુવાનસિંહ જી. ચૌહાણના વય નિવૃત્તિ સમારોહમાં સરડોઈના ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે નટરાજ એવોર્ડ પ્રાપ્ત કરનાર લોકકલાકાર મોતીભાઈ બી. નાયકે અતિથિપદ શોભાવ્યું હતું.
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એ. બી. પરમાર ના અધ્યક્ષપદે યોજાયેલ આ સમારોહમાં નિવૃત ડી. ઈ. ઓ. બી. એસ. પંચાલ, નર્મદા નિગમના પૂર્વ ચેરમેન સરદારસિંહ બારીયા વગેરેએ ઉપસ્થિત રહી નિવૃત થનાર શિક્ષકની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જુવાનસિંહના ધર્મપત્ની સામાજિક સેવિકા કોકિલાબેન ચૌહાણ ની લોકકલ્યાણ ના કાર્યોને આ પ્રસંગે સરાહના કરવામાં આવી હતી.
પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના અનેક કાર્યકરો એ શુભેચ્છાઓ વ્યક્ત કરી ભેટ સોગાદો, મોમેન્ટો, શાલ પુષ્પહાર અર્પણ કરી વિદાય આપતાં ભાવવિભોર ના દ્રશ્યો સર્જાયા હતાં.