નાંદોદ તાલુકા માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતી આર્ત્મનિભર અલ્પાબેન
નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મેળવેલ રૂ. ૨.૮૨ લાખની સહાયથી શરૂ થયુ અલ્પાબેનનું સ્ટાર્ટઅપ
(માહિતી) રાજપીપલા, આજની મહિલાઓ પુરુષો સાથે ખભેખભા મેલાવીને દેશના હરણફાળ વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહિલાઓની ભુમિકા મહત્વની રહેલી છે. નર્મદા જિલ્લાની મહિલાઓ પણ જિલ્લાના વિકાસમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવીને પોતાના સ્ટાર્ટઅપ્સની શરૂઆત કરી આર્ત્મનિભર બની રહી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટેકરા ફળિયામાં રહેતા અલ્પાબેન હેમંતભાઈ પટેલે પણ પોતાની કરિયાણાની દુકાનનુ શરૂ કરીને પરિવારને આર્થિક ટેકો આપ્યો છે. આજે તેઓ આર્ત્મનિભર બન્યા છે અને સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે.
અલ્પાબેન પટેલ જણાવે છે કે, એક મહિલા પર ઘર-સમાજની જવાબદારીઓ હોય છે, પરંતુ આજે તમામ જવાબદારીઓ સાથે આગળ વધવા માટે સમયની સાથે ચાલવુ જરૂરી છે. હું પોતાનુ સ્ટાર્ટઅપ શરૂ કરવાનુ વિચારી રહી હતી. ત્યારે કરીયાણાની દુકાન શરૂ કરવા માટે નાણાકીય મુશ્કેલીના કારણે પોતાના આ સ્વપ્નને દબાવી રાખ્યો પડ્યો. પરંતુ મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પોતાના સ્ટાર્ટઅપ અર્થે રૂ. ૨,૮૨,૭૦૦/- ની લોન સહાય મળી હતી. જેથી મારી કરીયાણાની દુકાન શરૂ કરવાનુ સ્વપ્ન પૂર્ણ થયું છે.
અલ્પાબેન આ સ્ટાર્ટઅપના માધ્યમથી અંદાજિત રૂ. ૧૩૦૦૦ થી ૨૨૦૦૦ ની માસિક આવક મેળવી રહ્યા છે. જેથી પોતાની સાથે તેમના કૌટુંબિક જીવનસ્તરમાં સતત સુધારો થઈ રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થકી સરકારશ્રીના યોજનાનો લાભ લઈને પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિને મજબુત કરતી અલ્પાબેન સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા હરહંમેશ છેવાડાના માનવીની સમાસ્યાઓ તેમજ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરાયું છે. આજે મારી સાથે જિલ્લાની કેટલીક મહિલાઓએ સરકારશ્રીના અનેકવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના સ્ટાર્ટઅપ થકી આર્ત્મનિભર બનીને અન્ય મહિલાઓને પણ રોજગાર પુડી પાડતી થઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આર્ત્મનિભર ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે આવા નાના-નાના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરી મહિલાઓની આ ક્ષમતાને વધારવાની સરાહનીય કામગીરી કરાઈ છે. જેમાં જિલ્લા વહિવટીતંત્રની પણ ભાગીદારી પણ ખુબ જ સરાહનીય રહી છે. મહિલાઓની આ ભાગીદારીને દેશના વિકાસ સાથે સાંકળીને આર્થિક વિકાસ અને રોજગારની નવી તકો ઉભી થઈ રહી છે. જેના કારણે મહિલાઓ ર્સ્વનિભર બની રહી છે.