અરવલ્લીના પ્રસિદ્ધ દેવરાજ ધામમાં ગુરુપૂર્ણિમાએ માનવ મેદની ઉમટી
(પ્રતિનિધિ)મોડાસા, ભારતીય સંસ્કૃતિ માં ગુરુપૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે આજે દેશભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના જુદી જુદી જગ્યાએ ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ દેવાયત ગુરૂ ગાદી પર આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુમાં આસ્થા ધરાવતા ભક્તો ગુરુ ધનગીરી મહારાજના આશીર્વાદ લેવા સવારથી દેવરાજ ઉમટ્યા હતા દેવાતધામમાં આજે ગુરુગાદીથી સમાજ રત્ન એવોર્ડ વિતરણ કાર્યક્રમ કરી સમાજસેવીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે આવનાર ભક્તો માટે નેત્ર નિદાન કેમ મફત મોતિયો કેમ અને ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું
ગુરુગાદીએ આવનાર ભક્તોને મહાપ્રસાદ નો લાભ લીધો આ સમાજ રત્ન એવોર્ડમાં નેત્ર નિદાન જલારામ ટ્રસ્ટના બામણીયા સાહેબ સાથે રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રે સેવાઓ આપતા સમાજસેવાનું સન્માન કરવામાં આવ્યું
આ સમાજ રત્ન કાર્યક્રમ સાથે ગુરુ વંદના કાર્યક્રમમાં સમાજસેવ્યો નિલેશ જોશી જીવદયા પ્રેમી જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના સભ્યો કલ્પેશ પ્રજાપતિ અમિત કવિ મંત્રી શ્રી ભીખુશી પરમાર સંસદ સભ્ય સાથે ભક્તો હાજર રહ્યા આ ગુરુ વંદના કાર્યક્રમમાં મહંત ધનેશ્વર ગીરી મહારાજે સૌ ભક્તો સુખી રહે દેશ પ્રગતિ કરે લોકો નીર વ્યસનની બને તેવા સૌને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવરાજ ધામના મહેશ ગીરી મહારાજએ કર્યું હતુ.