Western Times News

Gujarati News

લો બોલોઃ ચોરોને ચોરવા માટે ભેંસ- ટ્રેકટરની ટ્રોલી જ મળે છે

પ્રતિકાત્મક

ગામના લોકો તસ્કરોના ત્રાસથી ઉજાગરો વેઠવા મજબૂર બન્યા

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં આવતાં નવિ શિણોલ તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર બનતી ચોરીઓની ઘટનાઓના પગલે વિસ્તારના લોકો રાત્રિ દરમિયાન જાતે ઉજાગરા વેઠી પહેરેદારી કરવા મજબૂર બન્યા છે.

નવિ શિણોલ ગામના રહેવાસીઓના જણાવ્યા મુજબ ધનસુરા પોલીસની નબળી કામગીરી અને પેટ્રોલિંગના અભાવે બેખોફ બનેલા તસ્કરો વિસ્તારમાં વારંવાર નાની મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

થોડા સમય પહેલાં હાર્દિકભાઇ પસાભાઇ પટેલની ભેંસની ચોરી થઈ હતી, તાજેતરમાં નવિ શિણોલ બસ સ્ટેન્ડ પાસે આવેલા ખેતર આગળથી પ્રદીપભાઇ બળવંતભાઇ ગોરના ટ્રેક્ટર ટ્રોલીની ચોરી થઈ હતી.

ખેતરોમાંથી પાણીની મોટરો તેમજ કેબલ સહિત ઘણી નાની મોટી ચોરીઓની ઘટનાઓ બની રહી છે, પરંતુ આજદિન સુધી પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી તેમજ પોલીસ દ્વારા ચોરીઓની ઘટનાને અટકાવવા રાબેતા મુજબ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું નથી ત્યારે સ્થાનિકોમાં પોલીસની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યાપ્યો છે.વિસ્તારમાં વધતી જતી ચોરીઓની ઘટનાઓને ડામવા નવિ શિણોલ ગામના રહીશો આઉટ પોસ્ટ પોલીસ ચોકીની માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.