Western Times News

Gujarati News

બાયડના નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર

અરવલ્લી  જિલ્લામાં સાર્વત્રિક સાંબેલાધાર વરસાદ-નદી-નાળા અને તળાવો છલકાયા, સાર્વત્રિક વરસાદ થતા ખેતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લામાં શનિવારે દિવસથી ધીમીધારે વરસાદનું આગમન થયા બાદ મોડી રાત્રે અને રવિવારે સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બાયડના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા બાયડ લાખેશ્વરી શ્રીનાથજી પાર્ક સોસાયટી આંબેડકર ચોક તેમજ દરેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘુસિયા હતા

જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જીલ્લાના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો બાયડમાં શનિવાર રાત્રે અને રવિવારે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા નીચાણવાળી રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો તોબા પોકારી ઉઠ્‌યા છે

હવામાન વિભાગે ત્રણ દિવસની ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લામાં શનિવારે રાત્રીના સુમારે કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ થતા અને મેઘમહેર રવિવારે રાત્રે પણ યથાવત રહેતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણી થી તળબોળ બન્યા હતા ચોમાસુ ખેતીને તાતી જરૂરિયાત સમયે મેઘરાજાએ હેત વરસાવતા ભૂમિપુત્રો ઝુમી ઉઠ્‌યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.