તંત્રના પુલ બનાવવા ઠાગાઠૈયા જાત મહેનત જિંદાબાદ: ધનસુરા ખડોલ ગ્રામજનોએ વાત્રક પર પુલની કામગીરી કરી
અરવલ્લી :ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ ગુજરાત ની વાતો તો જોરશોર થી કરવામાં આવી રહી છે પરંતુ હજુ પણ અરવલ્લી જીલ્લાના (Arvalli District, Gujarat) કેટલાક ગામો એવા છે કે જે વિકાસ ઝંખી રહ્યા છે. વહીવટી તંત્રની આળસના પગલે વાત્રક નદીના એક બાજુ ધનસુરા તાલુકાના ખડોલ ગામ આવેલું છે
સામે પાર બાયડ તાલુકાનું રડોદારા ગામ આવેલું છે (Bayad Taluka Radodara Village) બંને ગામના લોકોએ એકબીજાના ગામમાં જવા ૨૨ કિમીનું અંતર કાપવું પડતું હતું વાત્રક નદી (Vatrak River) પર ડીપ બનાવવામાં આવેતો ૨૨ કિમિ અંતરના બદલે સીધો સંપર્ક થતા ૫ કિમિ માં જ અંતર પૂરું થતું હોવાથી વહીવટી તંત્ર અને નેતાઓ સામે વારંવાર રજુઆત કરવા છતાં વહીવટી તંત્ર વાત્રક નદી પર પુલ ઉણુ ઉતરતા આજુબાજુના ગ્રામજનોએ ભેગા મળી વાત્રક નદી પર પુલ બનાવવાની કામગીરી હાથધરી છે
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામની જ્યાં વર્ષો જૂની પુલની માંગણી કરી રહેલા લોકો એ હવે ના છૂટકે જાત મહેનત જીંદા બાદ જુ સુત્ર અપનાવ્યું છે.ખડોલ ગામ નજીકથી વાત્રક નદી પસાર થાય છે અને નદી આ નદી ની સામે પાર બાયડ તાલુકા નું રડોદરા ગામ આવેલું છે.જ્યાં ધનસુરા થી બાયડ ફરી ને જતા 22 કિલો મીટર નું અંતર કાપવું પડે છે.જ્યારે નદીમાં પુલ બનવાથી માત્ર 5 કિલોમીટર માં જ આ અંતર પૂરું થશે.ત્યારે આજુ બાજુ ના ગામ લોકો એ ભેગા મળીને હવે ના છૂટકે લોકફાળો ભેગો કરી ને નદીમાં ડીપ બનાવવાનું કામ શરૂ કર્યું છે.
રડોદરા અને ખડોલ વિસ્તાર ના લોકો છેલ્લા ઘણા વર્ષોથી વાત્રક નદીમાં પુલ બને એ માટે માંગણીઓ કરી રહયા છે પરંતુ તંત્ર ના બહેરા કાને આ ગરીબ પ્રજાનો અવાજ સંભળાતો નથી.ત્યારે આ બંને વિસ્તાર ના લોકોએ ના છૂટકે જાત મહેનત નું શસ્ત્ર ઉગામ્યુ છે ત્યારે હવો જોવું એ રહ્યું કે તંત્ર આ લોકો ની વ્હારે આવે છે કે કેમ તે જોવું રહ્યું