અરવલ્લીમાં ભૂસ્તર વિભાગનો ફરી સપાટો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી ભૂસ્તર વિભાગ નો ફરી એક વાર સપાટો બોલાવતા ૨ ડમ્પર કબજે કરી આશરે ૩ લાખ ૭૮૦૦૦નો દંડ વસુલાતા ભૂમાફિયાઓમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી નાદોજ ગાભોઈ રોડ ભિલોડા અને શીણાવાડ મોડાસા રોડ અલગ અલગ જગ્યાએ ખાનગી રાહે ચેકિંગ કરી
રોયલ્ટી વગર ખનીજ ચોરી કરી જતા તેમજ ઓવરલોડ એટલે કે રોયલ્ટી પાસ કરતા વધારે ખનીજ ભરી જતા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળે છે અરવલ્લી જિલ્લામાં ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી બે ડમ્પર ઝડપી લીધા હતા
ભૂસ્તર અધિકારી મન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ધવલભાઈ તેમજ ભૂસ્તર વિભાગની ટીમને ચેકિંગ અર્થે રવાના કરી હતી જેમાં ગાભોઈ રોડ પર નાદોજ ભિલોડા થી પસાર થતાં ડમ્પર ને ભૂસ્તર ટીમે રોકી રોયલ્ટી પાસ માગતા કોઈ જ પાસ પરમિટ કે રોયલ્ટી મળી આવેલ ન હતી
એ જ રીતે મોડાસા રોડ પર શીણાવાડા અલગ અલગ રોડ ઉપર ચેકિંગ હાથ ધરતા બે ડમ્પર ભૂસ્તર વિભાગે પકડી પાડ્યા હતા અને આશરે ૩,૭૮૦૦૦.રૂપિયા જેટલો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી ધવલભાઈએ જણાવ્યું હતું કે અમારી ટીમને ચેકિંગ માટે મોકલી હતી
તે દરમિયાન બે ડમ્પર રોયલ્ટી પાસ કે પછી ઓવરલોડ ભરેલા હોય તેવા ઝડપી પાડવામાં આવ્યા હતા જેને કબજે લઈ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરાઈ છે ખનીજ ચોરીમાં ઝડપાયેલા ડમ્પર (૧)જીજે ૯ એ.યુ.૫૨૮ દંડની રકમ રૂપિયા ૨.૪૧.૪૦૭(૨) જીજે ૦૨ ઝેડ. દંડની રકમ રૂપિયા ૧.૩૬.૭૧૮ વસુલવાની કાર્યવાહી હાથ ધરાય છે.