અરવલ્લીમાં એસ.ટી.બસ સ્ટેશનના શૌચાલય દેશી-વિદેશી દારૂ ઢીંચવા સલામત
શૌચાલયોમાં દારૂની પોટલીઓ અને બાટલીઓથી દારૂબંધીના ઉડતા ધજાગરા
બાયડ, અરવલ્લી જીલ્લાના મોડાસા બાયડ અને ધનસુરા સહીતના એસ.ટી. બસનો શૌચાલય દેશી વિદેશી દારૂ ઢીંચવા માટે સલામત બબન્યાં છે. શૌચાલયમાં દેશી દારૂની ખાલીપોટલીઓન અને બાટલીયાથી દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહયું છે.
એસ.ટી. બસ મથકોમાં ખીસ્સા કાતરૂઓને કાયમી ધામા નાખી દીધા પછી હવે નશાબાજ ઈસમોએ ચોકકસ બસ મથકોમાંચ અડીગો જમાવી દેશી વિદેશી દારૂના બિન્દાસ ઘુંટડા ભરવા લાગ્યા છે. એસ.ટી. બસ મથકના શૌચાલયો દારૂ ઢીચવા માટે સૌથી વધુ સલામત બની ગયાં છે.
સવારથી રાત સુધી મુસાફરોની અવરજવરથી વ્યસ્ત રહેતા શૈાચાલયોમાં કોણ દારૂ ઢીંચનારાઓને દારૂ પુરો પાડે છે તેમ આમ મુસાફરોને સમજાતું નથી. શૌચાલયોમાં નજર કરો ત્યાં સુધી દેશી દારૂની ખાલી પોટલીયો અને વિદેશી દારૂની નાનીમોટી બોટલો જાેવા મળતી હોય છે.
એક તરફ પોલીસ દારૂબંધીનો અમલ કરાવવા માટે રેડનાં નાટક કરી રહી છે. ત્યાં મોડાસા, બાયડ, ધનસુરા, સહીતના એસ.ટી. બસ મથકના શૌચાલયોમાં ખાલી પોટલીયો અને બાટલીયો દારૂબંધી શું સ્થિતી છે. તેની ચાડી ખાય છે. છેલ્લા કેટલાય સમયથી એસ.ટીી. બસમથકોમાં દારૂ ઢીંચવા સહીત અન્ય ગોરખધંધા શરૂ થયા છે.
બસ મથકોમાં પોલીસ ફરકતી ન હોવાથી દારૂના બંધારણીઓ હવે પીવાનું મન થાય ત્યારે પોટલી અને બાટલી સાથે શૌચાલયોમાં આવી ઉભા ઉભા મદીરાપાન કરી રવાના થઈ જતાં હોય ે. એસ.ટી. બસ મથકોમાં કોઈ પુછનાર જ ન હોય તેવી સ્થિતીના કારણે હવે તો શૌચાલય સાફ કરનાર કર્મચારીઓ પણ દારૂની પોટલીયો અને બાટલીયો દુર કરી ત્રસ્ત બન્યા છે.