અરવલ્લીઃ LCBએ ૧૫ કિમી કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૧.૪૮ લાખનો દારૂ ઝડપ્યો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી જીલ્લા જીઁ સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે દારૂ ઠાલવવા સક્રિય બન્યા છે.
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે સાયરા નજીક કારમાંથી ૨ .૪૦ લાખનો દારૂ ઝડપી લીધાના ૪૮ કલાકમાં વધુ એક કારનો ૧૫ કીલોમીટર થી વધુ ફિલ્મી ઢબે પીછો કરી ૧.૪૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો બંને કારમાં રહેલા બુટલેગરો ફરાર થઇ ગયા હતા એલસીબી પોલીસે દારૂ ભરેલી ક્રેટા કારનો ધનસુરાના કીડી થી ફિલ્મી ઢબે પીછો કરી આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારના તેનપુર નજીકથી ઝડપી પાડી હતી રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ધનસુરા તાલુકાના કીડી ગામ નજીક પેટ્રોલિંગ હાથધરતાં ક્રેટા કારમાં વિદેશી દારૂની ભરી બે બૂટલેગરો પસાર થવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત કાર આવી પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર પુરઝડપે હંકારી મુકતા
એલસીબી પોલીસે કારનો પીછો કરતા તેનપુર નજીક બુટલેગરો કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી ૧.૪૮ લાખથી વધુની ૫૪૯ વિદેશી દારૂની બોટલ જપ્ત કરી વિદેશી દારૂ, કાર મળી ૬.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કાર્ય હતા.