અરવલ્લી પોલીસતંત્ર ઉંઘતુ રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે ભિલોડાના રીંટોડા ગામે રેડ
(જીત ત્રિવેદી, ભીલોડા) અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જીલ્લા પોલીસતંત્ર સબ સલામતના દાવા કરી રાજ્ય પોલીસવડા ને ઉલ્ટા ચશ્માં પહેરાવવામાં નિષ્ફળ પ્રયાસ રહી હોય તેમ સ્ટેટ મોનેટરીંગ સેલે જીલ્લા પોલીસતંત્ર અને ભિલોડા પોલીસતંત્રને લપડાક લગાવી રીંટોડા ગામે નામચીન ઈશ્વર ગોબર વણઝારા નામના બુટલેગરના રહેણાંક મકાનમાંથી ૩.૩૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગના દરોડા પછી ફાંફાળી બનેલી ભિલોડા પોલીસે ખુલ્લામાં રહેલો દારૂ ઝડપવામાં નિષ્ફળ રહેલી પોલીસે પાતાળ માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો
ભિલોડા પોલીસે રીંટોડા ગામે રાત્રીના સુમારે ત્રાટકી શ્રવણ દેમાજી વણઝારાના નવીન મકાનની બાજુમાં જમીનમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ-૯૭ કીં.રૂ.૩૩૩૩૦/- અને ધોલવાણી ત્રણ રસ્તા પાસે આવેલી સમ્રાટ હોટલ પાછળ રમેશ ગોબરભાઇ વણઝારાએ વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૦ કીં.રૂ.૬૭૬૦૦/- નો દારૂ જપ્ત કર્યો હતો
બંને બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે રીંટોડા ગામે ભિલોડા તાલુકાના રીંટોડા ગામે વણઝારા વાસમાં ત્રાટકી ઈશ્વર ગોબરભાઇ વણઝારાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર સંતાડીને રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૨૬ કીં.રૂ.૩૩૨૯૦૦/- નો જથ્થો જપ્ત કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ.કો.નરવતસિંહ શ્રવણભાઇ (બ.નં-૮૯૬) ની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ઈશ્વરભાઈ ગોબરભાઇ વણઝારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.