Western Times News

Gujarati News

કેજરીવાલ ફરી રાજકોટ આવશે, સાત દિવસમાં બે વિઝીટ

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવશે. મહત્વનું છે કે હજૂ પાંચ દિવસ પહેલા તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે સાત દિવસમાં બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી રાજકોટ આવશે તો સૌ કોઈને નજર તેમના પર રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્ર અને તેમાંય ખાસ કરીને રાજકોટના આંટાફેરા વધ્યા છે. પાંચ દિવસ પહેલા વેપારીઓ સાથે 5 વાયદા કરીને ગયા હતા. ત્યારે હવે 7માં દિવસે એટલે કે કાલે ફરી રાજકોટ આવી રહ્યા છે.

સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 ફૂટની રૂદ્રાશના શિવલિંગની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે. સંધ્યા આરતી કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર-રાજકોટને કેજરીવાલ નિશાન બનાવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ પાંચ દિવસ પહેલા જ રાજકોટ આવ્યા હતા. ત્યારે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.