Western Times News

Gujarati News

અરવિંદ સ્માર્ટસ્પેસીસે અમદાવાદમાં 704 એકરમાં બે નવા ટાઉનશિપ પ્રોજેક્ટ્સ ઉમેર્યા

રૂ. 1,450 કરોડની આવકની સંભાવના સાથે દક્ષિણ અમદાવાદમાં 500 એકરના સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા

રૂ. 850 કરોડની આવકની સંભાવના સાથે દક્ષિણ અમદાવાદમાં 204 એકરના અન્ય સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓમાંની એક અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી છે કે તેણે અમદાવાદમાં બે મોટા હોરીઝોન્ટલ (પ્લોટ અને વિલા) મલ્ટિયુઝ, ગોલ્ફ થીમ આધારિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે,

જેનો કુલ અંદાજિત વિસ્તાર 704 એકર છે અને રૂ. 2,300 કરોડના વેચાણની સંભાવના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ અમદાવાદમાં સ્થિત છે અને અમદાવાદમાં એએસએલનો 17મો અને 18મો પ્રોજેક્ટ હશે. બંને પ્રોજેક્ટ પર જોઈન્ટ ડેવલપમેન્ટ મોડલ હેઠળ સાઈન કરવામાં આવ્યા છે જે ઓછી મૂડીની તીવ્રતા અને વધુ વળતરને સક્ષમ કરે છે.

આ બંને પ્રોજેક્ટ્સનો ઉમેરો દક્ષિણ અમદાવાદના ઉચ્ચ સંભવિત સૂક્ષ્મ બજારોમાં તેની હાજરીને વધુ મજબૂત કરવા તરફના કંપનીના પ્રયાસોને પ્રકાશિત કરે છે. અમદાવાદમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીકએન્ડ હોમ્સ માટે દક્ષિણ અમદાવાદ એક આશાસ્પદ માઇક્રો-માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે.

આ વિસ્તાર અમદાવાદના વિવિધ ભાગો સાથે સારી રીતે વિકસિત કનેક્ટિવિટી ધરાવે છે અને વિવિધ ઔદ્યોગિક હબ જેમ કે ચાંગોદર, જીઆઈડીસી વગેરેની નજીક છે. બંને પ્રોજેક્ટ્સની પરિકલ્પના મલ્ટી-સંપત્તિ લેન્ડમાર્ક ટાઉનશીપ તરીકે કરવામાં આવી છે.

આ અંગે ટિપ્પણી કરતાં, અરવિંદ સ્માર્ટસ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ સિંગલે જણાવ્યું હતું કે, “અમને અમારા અમદાવાદના મુખ્ય બજારમાં આ મોટા પ્રોજેક્ટ્સનો ઉમેરો કરવામાં આનંદ થાય છે. અરવિંદ સ્માર્ટસ્પેસ એ અમદાવાદમાં અગ્રણી હોરીઝોન્ટલ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક છે.

કંપનીએ રોગચાળા પહેલા પણ પ્લોટિંગ, વિલા અને વિલામેન્ટ સ્પેસમાં ઘણા સીમાચિહ્નો બનાવ્યા છે અને ધોરણો નક્કી કર્યા છે, કારણ કે અમદાવાદમાં સેકન્ડ હોમનો ખ્યાલ ખૂબ જ લોકપ્રિય હતો. રોગચાળા પછી, અમે આ સેગમેન્ટમાં અમારા મૂલ્ય પ્રસ્તાવમાં વધારો કર્યો છે,

જે ગ્રાહકોને ગોલ્ફ કોર્સ, મોટા લક્ઝરી ક્લબહાઉસ વગેરે જેવી સુવિધાઓ સાથે ‘પ્રેરણા આપવા માટે ડિઝાઇન’ કરવામાં આવ્યા હતા. એક સ્થાપિત ટ્રેક રેકોર્ડ સાથે, અરવિંદ સ્માર્ટસ્પેસીસ આ ક્ષેત્રે પ્રચંડ તકોનો ફાયદો ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે.”

આની સાથે અરવિંદ સ્માર્ટસ્પેસીસે સમગ્ર અમદાવાદ પ્રદેશમાં 18 પ્રોજેક્ટ ઉમેર્યા છે જેમાં 8 પ્રોજેક્ટ પહેલેથી જ ડિલિવર થઈ ચૂક્યા છે અને 10 વિકાસના વિવિધ તબક્કામાં છે. અમદાવાદ ઉદ્યોગો માટેનું હબ રહ્યું છે અને છેલ્લા એક દાયકામાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીના કારણે તેને પ્રોત્સાહન મળ્યું છે.

વધેલા બીએફએસાઈ, આઈટી/આઈટી એનેબલ્ડ સર્વિસીઝની કામગીરી, જીવનના ઉચ્ચ ગુણવત્તાના માપદંડો અને વધતી પરવડે તેવી ક્ષમતાએ અમદાવાદમાં રહેણાંક રિયલ એસ્ટેટની માંગમાં વધુ સુધારો કર્યો છે. રોગચાળો અને વધી રહેલા હાઈબ્રિડ વર્ક કલ્ચરને કારણે ઘર ખરીદનારાઓની પ્રાથમિકતાઓમાં મોટું પરિવર્તન આવ્યું છે.

હવે લોકો માત્ર મોટા ઘરો જ નહીં, પણ સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને સ્વતંત્ર ઘરો ઈચ્છી રહ્યા છે. રોગચાળા પછી પોતાની જમીનની માલિકી પ્રત્યેનો લગાવ પણ વધ્યો છે. વધુમાં, પ્લોટિંગ સેગમેન્ટમાં બિલ્ટ-ટુ-સુટ સુવિધા ગ્રાહકોને વધુ ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.