અરવિંદ સ્માર્ટસ્પેસીસે 1,500 કરોડના ટાઉનશિપ પ્રોજેક્ટ સાથે મુંબઈમાં પ્રવેશ કર્યો

પ્રતિકાત્મક
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિરાર-અલીબાગ મલ્ટીમોડલ કોરિડોર, મુંબઈ-પૂણે-એમટીએચએલ ઇન્ટરચાર્જ અને અન્ય મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે
આ પ્રોજેક્ટ માટે સચ ડેવલપર્સ લેન્ડ પાર્ટનર્સ છે મુંબઈ 3.0માં 92 એકરનો જોઇન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉમેર્યો
જાન્યુઆરી 24, 2025 – ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેર કર્યું હતું કે તેણે રૂ. 1,500 કરોડની વેચાણની સંભાવના અને 92 એકરના કુલ અંદાજિત વિસ્તાર સાથે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં લાર્જ હોરિઝોન્ટલ મલ્ટીયુઝ પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ ખોપોલી, મુંબઈ 3.0ની નજીક આવેલો છે
અને એમએમઆર રિજનમાં કંપનીનો પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ જોઇન્ટ ડેવલપમેન્ટ મોડલ (70.5 ટકા આવક હિસ્સો) હેઠળ સાઇન કરવામાં આવ્યો છે જે ઓછી મૂડીની જરૂરિયાત અને ઊંચું વળતર આપશે.
મુંબઈ 3.0 એ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ને પુનઃઆકાર આપી રહેલા અટલ સેતુ અને જેએનપીટી પોર્ટ જેવા પરિવર્તનકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા પ્લોટ્સ અને વિલા સહિત હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ માટે મહત્વના સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.
આ ઉપરાંત, આગામી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિરાર-અલીબાગ મલ્ટીમોડલ કોરિડોર, મુંબઈ-પૂણે-એમટીએચએલ ઇન્ટરચાર્જ અને અન્ય મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે જે મુંબઈ 3.0ને મહત્વના ઇકોનોમિક હબ સાથે જોડશે તથા પ્રવાસનો સમય ઘટાડશે.
આ પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ અને વિશાળ ક્લબહાઉસ સહિતની સુવિધાઓ સાથે આ વિસ્તારનો સૌપ્રથમ મોટાપાયે હોરિઝોન્ટલ પ્રોજેક્ટ બનવાની કલ્પના છે. સમકાલિન હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ સ્માર્ટ, સિક્યોર, લક્ઝુરિયસ લિવિંગ માટેની ઇચ્છાઓ અસરકારક રીતે સંતોષે છે અને સમુદાયની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.
આ ડેવલપમેન્ટની મુખ્ય ખાસિયતોમાં ડિઝાઇન પર વધુ ધ્યાન, આધુનિક સુવિધાઓ, ભીડ વિનાની રિક્રિએશનલ ફેસિલિટીઝ, પ્રીમિયમ કસ્ટમાઇઝેશન અને વિશાળ હરિયાળી જગ્યાઓનો સમાવેશ થાય છે જે ઉત્કૃષ્ટ જીવનશૈલી મેળવવાની વધતી જરૂરિયાતો ધરાવતા ખરીદકર્તાઓ માટે યોગ્ય છે.
આ ગતિવિધિ અંગે અરવિંદ સ્માર્ટસ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી કમલ સિંગલે જણાવ્યું હતું કે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ કરતા અમે આનંદિત છીએ જે અમારા વિકાસની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમને વિશ્વાસ છે કે એમએમઆર પ્લોટેડ/વિલા માર્કેટ વિશાળ તકો પૂરી પાડશે અને અમે ત્યાં અમારી હોરિઝોન્ટલ વેલ્યુ પ્રપોઝિશન લાવવા માટે આતુર છીએ.
એમએમઆરમાં પ્રવેશ એ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સંતુલિત ભૌગૌલિક વૈવિધ્યકરણની અમારી વ્યૂહરચનાનો પુનરોચ્ચાર કરે છે. અમે મુંબઈમાં ડિઝાઇન, ગુણવત્તા અને મૂલ્ય સર્જનની અમારી બ્રાન્ડ વેલ્યૂનો પડઘો પાડે તેવા અભૂતપૂર્વ પ્રોજેક્ટ પૂરા પાડવા માટે આતુર છીએ. આ પ્રોજેક્ટ પ્રદેશના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ ક્ષેત્રે તથા એએસએલની એમએમઆર સફરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
આ હસ્તાંતરણ સાથે ક્યુમ્યુલેટિવ ન્યૂ બિઝનેસ ડેવલપમેન્ટનું સંભવિત વેચાણ વર્તમાન વર્ષથી અત્યાર સુધી રૂ. 2,500 કરોડ જેટલું છે. આગામી ત્રિમાસિક ગાળામાં અમે અમદાવાદ અને બેંગાલુરુ સહિતના અમારા બાકીના ટાર્ગેટ માર્કેટ્સમાં અને એમએમઆરમાં વધુ પ્રોજેક્ટ્સ ઉમેરવા માટે પણ આતુર છીએ. આ પ્રોજેક્ટ માટે સચ ડેવલપર્સ લેન્ડ પાર્ટનર્સ છે.
જેએલએલના કેપિટલ માર્કેટ્સ (વેસ્ટ એન્ડ નોર્થ), ઈન્ડિયાના હેડ નિશાંત કાબરાએ જણાવ્યું હતું કે ઉદ્યોગના કન્સોલિડેશન અને સુવ્યવસ્થિત રેગ્યુલેટરી ફ્રેમવર્કના સંગમથી અરવિંદ સ્માર્ટસ્પેસીસ જેવા નોંધપાત્ર મૂડી ધરાવતા બ્રાન્ડેડ ડેવલપર્સ માટે પ્રખ્યાત એમએમઆર માર્કેટમાં તેમની સ્થિતિ મજબૂત કરવા માટેની સોનેરી તક ઊભી થઈ છે. જેએલએલ ઈન્ડિયા આ પ્રોજેક્ટના એક્સક્લુઝિવ લેન્ડ ટ્રાન્ઝેક્શન એડવાઇઝર હતા.