મારા અભિનયના સપનાંને ટેકો આપવા માટે માતાએ નોકરી છોડી દીધી હતીઃ આર્યન

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં હૃતિકની ભૂમિકા ભજવતા આર્યન પ્રજાપતિએ બાળક કલાકાર તરીકે લાંબી મજલ મારી છે. હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને રાજેશ (કામના પાઠક)ના વધુ પડતા બુદ્ધિશાળી અને કટુ પુત્ર હૃતિકના પાત્ર સાથે તેણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે.
આર્યન ફિલ્મો અને ટેલિવિઝનમાં ચમક્યો છે અને ઘણા બધા નામાંકિત બોલીવૂડના કલાકારો સાથે કામ કર્યું છે. આ મુલાકાતમાં આર્યન મનોરંજન ઉદ્યોગમાં તેના પ્રવાસ, તેના વર્તમાન શો, તેના ડ્રીમ રોલ અને આગામી પ્રોજેક્ટો વિશે મજેદાર વાતો કરે છે. ભારત, બાગી, જૂડવા અને લૂટકેસ જેવી ફિલ્મોમાં પણ આર્યને અભિનય આપ્યો છે.
1. તારો અભિનયનો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?
હું ત્રણ વર્ષનો હતો ત્યારે અરીસા સામે અને મારા મિત્રો સાથે નકલ કરતો. તેઓ બધા મને અભિનંદન આપતા અને કહેતા, હું છોટા પેકેટ બડા ધમાકા છું. મારી માતાએ મારી પ્રતિભા ઓળખી અને કેમેરા સામે મારી કુશળતા સુધારવા સખત મહેનત કરી. તેણે મારા અભિનયનાં સપનાંને ટેકો આપવા માટે તેની નોકરી છોડી દીધી.
હું નાનો હતો છતાં તેની સાથે પ્રોડકશન હાઉસ અને જાહેરાત એજન્સીઓમાં જતો, તે આખો દિવસ મને જોડે રાખતી અને મારા નર્સરી ક્લાસ પછી એક મીલ પર જીવતા તે હજુ યાદ છે. હું માનું છું કે જીવનમાં વાલીઓના ટેકા વિના કોઈ પણ પ્રવાસ સફળ થતો નથી. મારો પ્રથમ બ્રેક ટેલિવિઝન કમર્શિયલમાં હતો અને તે પછી ધીમે મે મેં ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ શરૂ કર્યું.
2. ટીવી ઉદ્યોગમાં તને કઈ રીતે ઓળખ મળી?
મેં ઘણી બધી કમર્શિયલ કરી, પરંતુ આરંભમાં ઝાઝી નામના મળી નહોતી. હું કોઈ પણ ઓડિશન માટે જતો ત્યારે મારા ઓડિશન ગમવા છતાં કાસ્ટિંગ ડાયરેક્ટરો મને કાસ્ટ કરતા નહોતા. તેઓ મારી માતાને કહેતા કે ભૂમિકા માટે હું બહુ નાનો દેખાઉં છું. મહિનાઓની સખત મહેનત પછી મને એક લોકપ્રિય શોમાં રવિ દુબે સર અને ઐશ્વર્યા સખુજા મેમ સાથે કેમિયો એપિયરન્સ મળ્યું. આ ભૂમિકાએ મને ટેલિવિઝન ઉદ્યોગમાં લોન્ચ કર્યો. લોકોએ મારી પ્રતિભાની નોંધ લીધી અને મને વિવિધ શો, ખસા કરીને કોમેડી પ્રકારમાં ઓફરો આવવા લાગી.
3. હપ્પુ કી ઉલટન પલટનમાં તારા પાત્ર વિશે તને સૌથી સારું શું લાગે છે?
મારા પાત્રનું નામ. હું હૃતિક રોશન સરનો કટ્ટર ચાહક છું અને મને આ નામે ભૂમિકા મળી એ જાણીને બેહદ ખુશી થઈ. હપ્પુ કી ઉલટન પલટને મને ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે, જેનાથી લોકો મને હૃતિક કહીને બોલાવવા લાગ્યા તે મને બેહદ ખુશી આપે છે. અમુક મારા મિત્રો મને આર્યન તરીકે બોલાવે ત્યારે હું પ્રતિસાદ આપતો નથી,
કારણ કે હું મારું અસલી નામ ભૂલી ગયો છું (હસે છે). મારું પાત્ર નટખટ યુવાનનું છે, જે તેની માતાની બહુ નિકટ છે. તે વારંવાર માતા અને દાદી વચ્ચે ઝઘડામાં પોતાના લાભ માટે માતાની જ બાજુ લે છે.
4. તારા ઓન-સ્ક્રીન ભાઈ બહેનો સાથે તારો કેવો સંબંધ છે?
હપ્પુ કી ઉલટન પલટનના સેટ્સ પર મારા સાથી ઝારા વારસી (ચમચી) અઅને સોમ્યા આઝાદ (રણબીર) સાથે મારું અદભુત જોડાણ છે. અમે ત્રણેય એકત્ર ભરપૂર સમય વિતાવીએ છીએ. અમે જોડે હોઈએ ત્યારે અમે સીન શૂટ કરતાં હોય તેવું લાગતું નથી અને મને લાગે છે કે અમારી ઉત્તમ કેમિસ્ટ્રી સ્ક્રીન પર દેખાય છે.
અમે સ્ક્રીન પર પોતાની અંદર રહીએ છીએ અને ભાઈ- બહેન જેવો અભિનય કરવામાં મુશ્કેલી જણાતી નથી, કારણ કે અમારી વચ્ચે મજબૂત જોડાણ છે. અમેત્રણેય ઉત્તમ રુચિ ધરાવીએ છીએ અને સંગીતનું ઘેલું છે. હું વેસ્ટર્ન રેપ સાંભળું છું અને પોપ સંસ્કૃતિ ગમે છે, જ્યારે ઝારા બીટીએસની કટ્ટર ચાહક છે, જેથી કયું સંગીત બહેતર છે તે વિશે અમે એકબીજાને મજામસ્તી કરતાં રહીએ છીએ.
5. આટલી યુવાન ઉંમરે બોલીવૂડના સ્ટાર સાથે કામ કરવાનું કેવું લાગે છે?
હમણાં સુધી મેં ચાર ફિલ્મ કરી છે અને બધી ફિલ્મના મારાં પાત્ર માટે સારા રિવ્યુઝ મળ્યા છે. મને સલમાન ખાન, ટાઈગર શ્રોફ, કુનાલ ખેમુ અને વરુણ ધવન જેવા કલાકારો સાથે નાની ઉંમરે કામ કરવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. મારા પ્રોજેક્ટો માટે શૂટ કરવાની મજા આવે છે અને આ અદભુત લોકો વચ્ચે રહેવાનું ગમે છે.
જોકે ટાઈગર શ્રોફ અને કુનાલ ખેમુ ભૈયા સાથે મારું વિશેષ જોડાણ છે. હું તેમને ભૈયા તરીકે બોલાવું છું. તેઓ મને બહુ સાથ આપે છે અને મારા જીવનનાં દરેક પાસામાં મને માર્ગદર્શન આપ્યું છે. હાલમાં હું કુનાલ ખેમુ ભૈયા સાથે વધુ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છું અને તેની રિલીઝની ઉત્સુકતા છે. ઉપરાંત હું આજકાલ તાઈકવોંડો અને જિમ્નાસ્ટિક્સ શીખી રહ્યો છું, કારણ કે હું મારા સહ-કલાકાર ટાઈગર શ્રોફ સાથે શૂટિંગ કરતો હોઉં ત્યારે બહુ પ્રેરણા મળે છે અને મને ભવિષ્યમાં એકશન ભૂમિકા કરવાનું ગમશે.
6. કોઈ ડ્રીમ ભૂમિકા ખરી?
મને કવિતા લેખન અને રેપ ગમે છે. હું ઘણી બધી કવિતાઓ લખું છું અને મારી સ્કૂલ અને મારા શો હપ્પુ કી ઉલટન પલટનમાં ભરપૂર રેપિંગ અને ગાયન માટે મારી બહુ સરાહના થઈ છે. એકશન પ્રકારની ફિલ્મની જેમ જ મને મોટા પડદા પર રેપરની ભૂમિકા ભજવવાનું ગમે છે. આ મારું સૌથી મોટી સપનાની ભૂમિકા છે અને જો કોઈ પણ બાયોપિકમાં દંતકથા સમાન રેપરની ભૂમિકા ભજવવા મારી પસંદગી થાય તો સપનું સાકાર થવા જેવું છે.