કલાકાર તરીકે હું મારા ફિલ્ડમાં વધુ આગળ વધવા માગુ છું: રાજ અનડકત

મુંબઈ, છેલ્લા કેટલાય મહિનાઓથી જે અટકળો ચાલી રહી હતી તે સાચી પડી છે. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી એક્ટર રાજ અનડકતે છેડો ફાડી લીધો છે. મંગળવારે રાજ અનડકતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે હવે આ સીરિયલનો ભાગ નથી રહ્યો. રાજ અનડકત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠલાલ અને દયાના દીકરા ટપ્પુના રોલમાં જાેવા મળતો હતો.
રાજ કેટલાય મહિનાથી શોમાં નહોતો જાેવા મળતો ત્યારથી જ અટકળો લાગી રહી હતી કે તેણે શો છોડી દીધો છે. પરંતુ તે આ મુદ્દે ખુલીને બોલવા તૈયાર નહોતો. હવે રાજે ખુલાસો કર્યો છે કે, તે ટપ્પુના રોલમાં નહીં જાેવા મળે ત્યારે તેણે ઈન્ટરવ્યૂ આપીને શો છોડવાનું કારણ જણાવ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં રાજ અનડકતે કહ્યું, “અમુક વસ્તુઓમાં સમય લાગે છે. હું સાચા સમયની રાહ જાેઈ રહ્યો હતો જેથી આ વાત જાહેર કરી શકું. ટીમ સાથે મારી વાટાઘાટો ચાલી રહી હતી.” યામાં ચર્ચા છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડક્શન હાઉસ સાથે રાજને તકરાર થઈ હોવાથી તેણે આ સીરિયલ છોડી દીધી છે. પરંતુ રાજનું તો કંઈક અલગ જ કહેવું છે. ૨૬ વર્ષીય એક્ટરે કહ્યું, “કંઈ જ વાંકું નથી પડ્યું.
આ મારો જ ર્નિણય હતો. એક કલાકાર તરીકે હું મારા ફિલ્ડમાં વધુ આગળ વધવા માગુ છું, અલગ અલગ જાેનરમાં કામ કરવા માગુ છું, નવી વસ્તુઓ શીખવા માગુ છું. મેં પાંચ વર્ષ સુધી આ પાત્ર ભજવ્યું છે અને હું તેના માટે આભારી છું.
હું ક્રિએટિવ દ્રષ્ટિએ કંઈક અલગ કરવા માગતો હતો. મારા અને પ્રોડક્શન હાઉસની પરસ્પર સમજણથી જ ર્નિણય લેવાયો છે. એવું લાગી રહ્યું છે કે, જાણે હું સ્કૂલમાંથી કોલેજમાં આવ્યો છું. અમારી વચ્ચે કોઈ કડવાશ નથી.”
થોડા સમય પહેલા જ અફવા ઉડી હતી કે, રાજ અનડકતનું તેની કો-એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતાજી) સાથે અફેર ચાલી રહ્યું છે. એ વખતે મુનમુન અને રાજે આ અફવાને સખત શબ્દોમાં વખોડી હતી. ત્યારે હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં રાજે આ અફવા પર બોલવાનું ટાળ્યું હતું અને આગળ કહ્યું હતું, “કોઈ અજાણ્યા લોકો આ બધી બાબતો બોલતા રહે છે. હું મારા કામમાં વ્યસ્ત હતો. ગોસિપ કલાકારોની જિંદગીનો ભાગ છે.
હું આ બધી બાબતોને અવગણીને મારે જે કરવાનું છે તેના પર ધ્યાન આપું છું. મને અફવાઓથી ફરક નથી પડતો.” રાજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે છેલ્લે ક્યારે શૂટિંગ કર્યું હતું તે અંગે કહેવાનું ટાળ્યું હતું. તેણે કહ્યું કે, તેને અંદાજાે પણ નહોતો કે એ છેલ્લો દિવસ સેટ પર તેનો છેલ્લામાં છેલ્લો દિવસ બની જશે. તેણે કહ્યું, “આ બસ થઈ ગયું. મારા મગજમાં એ વખતે આવું કંઈ નહોતું.” ઉલ્લેખનીય છે કે, રાજ અનડકત પહેલા ભવ્ય ગાંધી ટપ્પુના રોલમાં જાેવા મળતો હતો.SS1MS