Western Times News

Gujarati News

બેંકના લોનના દર વધતા ઈએમઆઈ વધી જશે

નવી દિલ્હી, દેશની પ્રાઇવેટ ICICI બેંકે લોનના વ્યાજદરમાં વધારો કરવાનું એલાન કર્યું છે. ૧ ડિસેમ્બરથી એમસીએલઆર આધારિત દરેક વ્યાજદર મોંઘુ થઇ ગયું છે. બેંકે આ દરમાં ૦.૧૦% નો વધારો કર્યો છે. આ ર્નિણય પછી એમસીએલઆર આધારિત દરેક લોનના દરમાં વધારો થયો છે. બેન્કની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ વ્યાજદર ૮.૦૫% થી વધીને ૮.૧૫% થયો છે.

એક મહિના માટેના વ્યાજદરમાં ૦.૧૦% નો વધારો નોંધાયો છે. ત્રણ મહિના માટે વ્યાજદર ૮.૧૦% થી વધીને ૮.૨૦% થયો છે. છ મહિના માટેના નવા દરો ૮.૩૫% અને એક વર્ષ માટે ૮.૪૦% કરવામાં આવ્યો છે. સરકારી બેન્ક પીએનબી એ ૦.૦૫% વધારો કર્યો છે.

જાે વધારાની વાત કરીએ તો પહેલા દર ૭.૪૦% હતો જે હવે ૭.૪૫% કરવામાં આવ્યો છે. તેમજ એક એક મહિનાનો દર ૭.૪૫% થી વધારીને ૭.૫૦% કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાની વાત કરીએ તો ૭.૫૫% થી વધારી ૭.૬૦%, છ મહિનાનો નવો દર ૭.૮૦% અને એક વર્ષ માટે ૮.૧૦% કરવામાં આવ્યો છે.

આ બેંકે પણ પોતાના દરમાં વધારાની જાહેરાત કરી છે. જેમાં એમસીએલઆર દરમાં ૦.૨૫% નો વધારો કર્યો છે. બેન્કનો ૭.૦૫% દર વધીને ૭.૩૦% થઈ ગયો છે. એક મહિનાનો દર ૭.૪૦% થી વધારીને ૭.૬૫% થયો છે. ત્રણ મહિનાનો દર ૭.૪૫% થી વધીને ૭.૭૦% થયો છે. છ મહિનાના નવા દરો ૭.૯૦% અને એક વર્ષ માટેના નવા દરો ૮.૧૫% કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.