૧૯૯૦ જેટલા દારૂડિયાઓએ લોકઅપમાં ઉજવ્યું નવું વર્ષ
સુરત, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશો, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની મુલાકાત લીધા બાદ, ૧૯૯૦ જેટલા લોકોએ રવિવારે નવું વર્ષ વલસાડ પોલીસ સ્ટેશનમાં ઉજવવું પડ્યું હતું. પ્રોહિબિશન એક્ટ હેઠળ શનિવાર અને રવિવારે પકડાયેલા લોકોની સંખ્યા ગત વર્ષ કરતાં વધું છે. કેસોમાં દારૂ સેવન, દારૂની ખરીદી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો સમાવેશ થતો હતો.
શનિવારે મોડી સાંજ સુધીમાં વલસાડ પોલીસે સરહદી વિસ્તારોમાં સ્થાપિત કરેલી ચેકપોસ્ટ પરથી ૧૪૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ આંકડો ૨૦૨૨ની શરૂઆતનાં બે દિવસમાં ઝડપાયેલા દારૂડિયાની કુલ સંખ્યાના લગભગ બરાબર હતો. પોલીસે છ વર્ષ પહેલા નશામાં ડ્રાઈવિંગ કરતાં લોકો સામે મોટાપાયે ઓપરેશન હાથ શરૂ કર્યું હતું અને દર વર્ષે તેની સંખ્યા ઉત્તર તરફ જઈ રહી છે.
પોલીસ વિભાગે નશામાં ડ્રાઈવિંગથી થતાં અકસ્માતોને રોકવા માટે ડ્રાઈવ હાથ ધરી હતી. વલસાડ કેન્દ્ર શાસિત પ્રદેશો અને મહારાષ્ટ્ર સાથે સરહદ વહેંચે છે, જ્યાં ખુલ્લેઆમ દારૂ મળે છે.
નવા વર્ષની પાર્ટીઓનો આનંદ માણવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશોના દરિયાકિનારા, રિસોર્ટ, હોટેલ અને રેસ્ટોરન્ટ ફેમસ છે, જ્યાં મહારાષ્ટ્રની સરખામણીમાં અડધી કિંમતમાં દારૂ મળે છે. નશામાં ધૂત મુસાફરોને પકડવા માટે, પોલીસે ૩૯ ચેક પોસ્ટ ઉભી કરી હતી, જેમાંથી ૩૨ રાજ્યની સરહદ પર છે.
પોલીસે વિવિધ સ્થળોએ તપાસ કરવા માટે ૧૪ દરોડા પાડતી ટીમો બનાવી હતી. મોટી સંખ્યામાં પકડાયેલા આરોપીઓને રાખવા માટે પોલીસે કોમ્યુનિટી હોલ અને મંડપો રાખ્યા હતા. આ સિવાય પોલીસે આરોપીઓને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા માટે ૧૦ બસ અને પોલીસ વાનનો ઉપયોગ કર્યો હતો. કુલ ૬૯ બ્રિધ એનાલાઈઝર અને ૧૪૭ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કેટલાક સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. શનિવારે મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ગુજરાત-રાજસ્થાન સરહદ નજીકથી કથિત રીતે દારૂ પીવાના આરોપમાં ઓછામાં ઓછા ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ડ્રાય સ્ટેટ છે, જ્યાં દારૂના સેવન, વેચાણ અને ઉત્પાદન પર કાયદાકીય રીતે પ્રતિબંધ છે. અરવલ્લી પોલીસના જણાવ્યા પ્રમાણે, બોર્ડર પોસ્ટ પર ચેકિંગ દરમિયાન ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાડોશી રાજ્ય રાજસ્થાનથી પરત ફરી રહેલી બસમાંથી આ આરોપીઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.SS1MS