નવરાત્રિમાં પાવાગઢ ખાતે 200 જેટલાં બાળકો અને મહિલા પરિવારથી વિખુટા પડ્યા
માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું- પાવાગઢમાં વિખૂટા પડેલાં ૨૦૦ યાત્રાળુઓનો પોલીસે પરિજન સાથે ભેટો કરાવ્યો-વિખુટા પડેલા મોટાં ભાગે બાળકો મહીલાઓ અને સિનિયર સિટીઝન હતા
પાવાગઢ, નવરાત્રિ દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે ભીડ વચ્ચે વિખૂટા પડેલાં ૨૦૦થી વધુ યાત્રાળુઓનો પોલીસે ભેટો કરાવ્યો છે. વિખુટા પડેલા મોટાં ભાગે બાળકો મહીલાઓ અને સિનિયર સિટીઝન હતા.
નવરાત્રિ નિમિત્તે યાત્રા ધામ પાવાગઢ ખાતે નવ દિવસ સતત દર્શનાર્થી ઓનો ઘસારો જાેવા મળ્યો હતો. રાજ્સ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લાખોની સંખ્યામાં ભકતોની ભારે ભીડ વચ્ચે કેટલાક યાત્રાળુઓ પરિવારથી વિખુટા પડી ગયા હતા.
મોબાઈલ નેટવર્કનાં અભાવે યાત્રાળુઓનો એક બીજા સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. તેવામાં પંચમહાલ પોલીસ જવાનો બંદોબસ્તની જવાબદારી સાથે ભીડ વચ્ચે વિખૂટા પડેલા યાત્રાળુ ઓને તેમનાં પરિજનો સાથે ભેટો કરાવ્યો છે.
માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જ્યાં પથી વિખુટા પડેલા યાત્રાળુઓને પોલીસ સહાયતા કેન્દ્રમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ માઇક મારફતે જાહેરાત કરી પરિજનને પોલીસ સહાયતા કેન્દ્રમાં આવવા માટે જણાવવામાં આવતું.
નવરાત્રિ દરમિયાન ભીડમાં વિખુટા પડેલા ૨૦૦થી વધુ યાત્રાળુઓનો પરિજન સાથે મિલાપ કરવવામાં આવ્યો હતો જેમાં વિખુટા પડેલા મોટાં ભાગે બાળકો મહીલાઓ અને સિનિયર સિટીઝન હતા.