ઝઘડિયાના તરસાલી ગામેથી રાજપારડી પોલીસે 27 જેટલી ગાય મુક્ત કરાવી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)ઝઘડિયા તાલુકામાં મોટાપાયે પશુઓની બદ ઈરાદાથી હેરાફેરીનો ધંધો કેટલા લોકો કરતા હોય છે,ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે.આવો જ કિસ્સો ઝઘડિયાના તરસાલી ગામેથી સામે આવ્યો છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઈસ્માઈલ શાબિર મલેક રહે.નવી તરસાલી ખુશરૂ નશીરી મહોલ્લો તા.ઝઘડીયા જી.ભરૂચના ઘરમાં કેટલીક ગૌવંશને જબરજસ્તીથી ગોધી રાખવામાં આવી છે. રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઈસ્માઈલ શાબિરના ગાયોને મુક્ત કરાવવાનો ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા ૨૭ જેટલી ગાયોને બળજબરી પૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું.રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયનો કબ્જો લઈ તેમને મુકત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઈસ્માઈલ શાબિરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.