પૂરતું ફિશીગ ન મળતાં 4000 જેટલી બોટો બંધ કરી દેવાની ફરજ
માંગરોળ, માછીમારો અને સમગ્ર મત્સ્યોધોગને સ્પશર્તા લાઈટ, લાઈન અનેપેરા ફિશીગનુના મુદે ઉદભવેલી ગંભીર સ્થિતી અંગે આજે માંગરોળ ખાતે બાર ગામ ગુજરાત મહામંડળના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં દ.ગુજરતથી ઓખા સુધીના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહયા હતા. મીટીગમાં માછીમારોનું અસ્તિત્વ ટકાવી રાખવા રાક્ષસી ફીશીગ પર પ્રતીબંધ લાદવાનો સુર વ્યકત કરાયો હતો.
દરીયામાં પરંપરાગતને બદલે થઈ રહેલી રાક્ષસી ફીશીગથી નાના માછીમારોનું અસ્તિત્વ જોખમાયું છે. માછલીઓની અનેક પ્રજાતી લુપ્ત થઈ છે. અથવા તો નામશેષ થવાને આરે છે. માછીમાર આગેવાનોના જણાવ્યા અનુસાર આ પ્રકારની માછીમારીથી મોટી માછલીઓ સાથે નાની માછલીઓ પણ જાળમાં આવી જતા માછલીનો જથ્થો તદન ઘટી જવા પામ્યા છે.
પુરતુ ફીશીગ મળતું નથી. પરીણામે હાલમાં ફીશીગની સીઝન પુર્ણ થવાને બેથી ત્રણ માસ બાકી હોવા છતાં માંગરોળની ૭૦૦ સહીત જુદા જુદા બંદરોની આશરે ૪૦૦૦ જેટલી બોટો બંધ કરીદેવાની ફરજ પડી છે. માછલીનો જથ્થો ન મળતા માછીમારોને એક ટ્રીપે થતો ચાર થી પાંચ લાખનો ખર્ચ પરવડતો નથી.
બાર ગામ ગુજરાત મહામંડળના અધ્યક્ષ પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં માંગરોળ ખારવા સમાજના પ્રમુખ પરસોતમભાઈ ખોરાવા, વેલજીભાઈ મસાણી, વેરાવળથી કિશોરભાઈ કુહાડા, જીતુભાઈ, કુહાડા, પોરબંદરના મુકેશભાઈ પાંજરી, આંખોના મનોજભાઈ મોરી ઉપરાંત નવસારી, ધોલાઈ, વલસાડ, જાફરાબાદ નવા બંદર વેરાવળ, ભીડીયા, ચોરવાડ, પોરબંદર ઓખા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.