ઉત્તરાયણ માટે કોટ વિસ્તારના મોટા ભાગના ધાબા બુક થઈ જતાં હવે બ્લેકમાં લેવા ડિમાન્ડ
ધાબા ભાડે આપવાથી પોળના મધ્યમ વર્ગના લોકોને રોજગારીની નવી તક મળી
અમદાવાદ, ઉત્તરાયણની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકો હેરાન શહેરના કોટ વિસ્તારમાં આવતા હોય છે. પોળોના ધાબા પર પતંગ ચગાવવા માટે લોકો ધાબા ભાડે લેતાં હોય છે. ૧૦ હજારથી સવા બે લાખ રૂપિયા સુધીના પેકેજ પ્રમાણે લોકોને ધાબા ભાડે આપવામાં આવે છે. જેના લીધે પોળના લોકોને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખાડીયા સહીતના કોટ વિસ્તારમાં હાલ મોટાભાગના ધાબા ભાડે અપાઈ ગયા છે. પરંતુ ધાબા માટે હજુ પણ લોકોની ઈન્કવાયરી ચાલુ જ છે. એટલે વધારે ભાડુ ચુકવીને ધાબા બ્લેકમાં લેવા માટે પણ ડીમાન્ડ વધી છે.
ઉત્તરાયણની ઉજવણી કોટ વિસ્તારમાં કરવા માટે ઓગષ્ટ-સપ્ટેમ્બરથી માસથીધાબા ભાડે લેવા ઈન્કવાયરી શરૂ થઈ જાય છે. ઘણા લોકો તો ડીસેમ્બર સુધીમાં તો બુક કરાવી લે છે. કોટ વિસ્તારમાં અંદાજે ચારણ થી પાંચ હજાર ધાબા ભાડે આપવામાં આવ્યા છે. ૧૦ હજારથી લઈને લાખો સુધીના પેકેજ પ્રમાણે ભાડે અપાતા ધાબામાં વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે.
જેમાં સવારે ચા-નાસ્તો, બપોરે ઉધીયું-પુરી જલેબીનું ભોજન બપોરે ચા અઅને રાતે ભોજન, બપોરે ચા અને રાત્રે ભોજન આપવામાં આવે છે. ઉપરાંત ટ્રેડીશનલફુડમાં તલની-સીગની ચીકકી અને લાડુ આપે છે. સાથે સાથે ધાબા પર ડીજે સેટ, માઈક અને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવે છે. જાે કે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે. તો કયાંક પતંગ- માંજા સાથેના પેકેજ પણ આપવામાં આવે છે. જેમાં ધાબુ ભાડે લેનારે ખાલી હાથ આવવાનું બધી વ્યવસ્થા પેકેજ પ્રમાણે થાય છે. તેમાં પણ ફુલ-ડે અને હાફ-ડે ના પેકેજ પણ નકકી થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડે આપવાનું ચલણ વધ્યું છે. તેને લઈને પોળમાં રહેતા મધ્યમવર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. જાે કે પેકેજમાં નકકી કરેલા સંખ્યા કરતા વધારે લોકો આવે તો વ્યકિત દીઠ ભાડુ વધારે વસુલાય છે. આ અંગે પોળના એક અગ્રણીના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાડીયા, માંડવીની પોળ, રાયપુર-સારંગપુર સાંકડીશેરી સહીતનીપોળમાં અત્યારે ૮પ જેટલા ધાબા બુક થઈ ગયા છે. તેમ છતાંય હજુ રોજ ધાબા માટે ઈન્કવાયરી આવે છે. લોકો વધારે ભાડું આપવા તૈયાર થયા છે. પરંતુ તાબા તમામ બુકીગ છે.