વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે ભરૂચની કે.જે.ચોકસી લાઈબ્રેરી ખાતે ગ્રંથ આરતી કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, માઘ સુદ પાંચમ વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે માતા શારદાનો પ્રાગટ્ય દિવસ છે અને માતા શારદાના સાક્ષાત મંદિરસમા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં ગ્રંથ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રંથાલય અને ગ્રંથ આરતીનો સંગમ જ્યાં જાેવા મળે છે તેવી કે.જે.ચોકસી લાયબ્રેરીમાં વાંચકોની ભીડ રહેતી હોય છે અને અહીં બારે માસ જ્ઞાનની વસંત પંચમી ઉજવવામાં આવે છે.વસંત પંચમીના પાવન અવસર પર તેઓએ પુસ્તકાલયમાં બિરાજમાન ગ્રંથોની આરતી કરી માતા શારદાને પ્રાર્થના કરી હતી.માતા શારદા તેઓને માત્ર પરીક્ષાલક્ષી જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં એ જ્ઞાન ઉપયોગી નીવડે એવું વરદાન માગ્યું છે.
ભરૂચ શહેર તથા જીલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં છાત્રો માટે કે.જે.ચોકસી લાયબ્રેરી ઉત્તમ વાંચન સ્થળ બન્યું છે.ત્યારે વસંત પંચમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને છાત્રોએ ભકિતભાવથી સરસ્વતી વંદના કરી હતી.લાયબ્રેરી ખાતે ભકિતભાવથી સરસ્વતી માતાની વંદના કરાતા આ પ્રસંગે લાયબ્રેરીયન નરેન સોનાર સહિત વાંચકો હાજર રહ્યા હતા.
ભરૂચના મધ્યમાં આવેલી જ્ઞાનના દેવાલય સમાન કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી હમેશા ભારતીય પરંપરાને અનુરૂપ લોકૂપયોગી કાર્યો કરતી આવી છે.આ લાયબ્રેરીના સ્થાપનાકારોનો એક જ ઉદ્દેશ છે કે સમાજના દરેક વર્ગને આ પુસ્તકાલયનો લાભ મળે અને તેઓ ઉત્તમ થી સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ અને દેશની ઉન્નતિના કાર્યોમાં સહભાગી બને છે.