હીર જેમ ચટોરી છે, એમ હું પણ દિલથી ફૂડી છું: “ઇક કુડી પંજાબ દી”ની તનિષા મહેતા
1) શોમાં તમારા પાત્ર વિશે અમને જણાવશો.
હું અહીં પંજાબના જાટ પરિવારમાં જન્મેલી સુંદર યુવતી હીર કૌર વિર્કનું પાત્ર કરી રહી છું. આ ઉત્સાહિ શિખની એ મહત્વકાંક્ષી વકિલ છે. એક પરોપકારી વ્યક્તિ છે, જે બધાની સુખાકારીની પ્રાર્થના કરે છે, તે તેના પરિવાર અને પિતાની પ્રિય છે અને તેમની ખુશી તેની સૌથી મોટી પ્રાથમિક્તા છે. પણ જ્યારે તેના લગ્ન અટવાલ પરિવારમાં થાય છે, ત્યારે તેના જીવનમાં અનઅપેક્ષિત વણાંક આવે છે, બધાને આશ્ચર્ય છે કે – જીસને માંગી સબકી ખૈર… વક્ત ને કિયા હૈં… ક્યું ઉસ સે બૈર?
2) હીરના તમારા પાત્ર માટે કોઈ ખાસ તૈયારી કરી છે?
હીરે એક ખૂબ જ મજબૂત મહિલા છે અને મને ઓનસ્ક્રીન આ પાત્ર કરવાની તક મળી તેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. એક ગુજરાતી હોવા છતા હું પંજાબી છોકરીનું પાત્ર કરી રહી છું, મારા માટે આ એક રસપ્રદ પડકાર છે. પાત્ર કરવા માટે મારે ઘણી મહેનત કરવી પડી. શો પંજાબની પાશ્ચાદભૂ પર આધારીત છે, તો મારે એક એવી હિન્દીમાં તૈયારી કરવાની હતી, જેમાં મારે પંજાબી પણ ઉમેરવાનું હતું, તો મારા માટે યોગ્ય ઉચ્ચારનું મહત્વ જરૂરી હતું. હું એટલું જરૂરથી ઉમેરીશ કે, મારા સહ-કલાકાર અવિનેશ રેખી મારા માટે આશિર્વાદ સાબિત થયો કેમકે તેને મને ઉચ્ચારણમાં ખૂબ જ મદદ કરી છે. સાચું કહું તો, સમગ્ર શિખવાની પ્રક્રિયામાં ખૂબ જ મજા આવી અને તેને મને મારી તૈયારીમાં સરળતા કરી આપી!
3) તાજેતરમાં શો માટે તમે અમૃતસર અને ચંદિગઢની મુલાકાત લીધી હતી, તો આ શહેરમાં તમારા શૂટિંગનો અનુભવ કેવો રહ્યો.
અમે અમૃતસરમાં કેટલાક પ્રોમોનું શૂટિંગ કર્યું છે અને ચંદિગઢમાં વધુ વિસ્તૃત શેડ્યુઅલ પૂરું કર્યું છે. શો માટે સુંદર તેમજ નાટકિય સિકવન્સનું શૂટિંગ, પંજાબની બાય-લેનમાંથી પસાર થવું એ એક રસપ્રદ અનુભવ રહ્યો છે. આ પ્રેમ, સ્થિતિસ્થાપક્તા અને અનન્ય મિત્રતાનું અતૂટ બંધનની વાર્તા છે. અમે શહેરની આસપાસ ફર્યા અને શૂટિંગ દરમિયાન અવિનેશ તથા શોની ટીમ સાથે ચંદિગઢની સ્થાનિક વાનગીઓને માણી. અમે ગુરુદ્વારામાં શૂટિંગ કર્યું અને ત્યાં જે શાંતિનો અનુભવ કર્યો એ શબ્દોમાં વર્ણાવી શકાય તેવો નથી!
4) તમે શું ઇચ્છો છો કે, દર્શકોને આ શોથી શું સંદેશ મળવો જોઈએ?
દરેક મહિલા – જીવનના એક કે બીજી રીતે આ સ્ટેજ પર પહોંચવું જરૂરી છે, તે એટલી મુશ્કેલ સંજોગોમાંથી પસાર થાય છે કે, તેને રસ્તો બતાવીને મુશ્કેલીમાંથી બહાર લાવવું શિખવવું જોઈએ. હીરની વાર્તાએ તમારી શક્તિને દર્શાવીને મુશ્કેલીમાંથી ઉભું થવાનું શિખવે છે. સ્થિતિસ્થાપક્તાના આ વર્ણન કસોટીઓ તથા મુશ્કેલીમાંથી પસાર થવાની પ્રેરણા આપવાની ક્ષમતા ધરાવે છે અને તેમની આગળ વધવાની શક્તિ આપે છે. તે ફક્ત હીરના સંઘર્ષની સાથે જોડાશે એટલું જ નથી, પણ તેમને આશા આપશે કે, અંધકારને અંતે, આશાનું એક કિરણ મળે છે અને જો તમે તમારી સચ્ચાઈની સાથે ઉભા રહેશો તો, તમે ક્યારેય પાછા નહીં પડો!
5) તમારા અને તમારી વચ્ચેની સામ્યતા કેવી છે?
હું મારા પાત્રથી ઘણી સામ્યતા ધરાવું છું, ખાસ તો, એક બાબતમાં જે છે, ફૂડીં… હકિકતે તો, શોમાં દર્શાવ્યા અનુસાર, હીર એ એક ચટોરી છોકરી છે, તેની જેમ હું પણ દિલથી ખૂબ જ ફૂડી છું. મને પણ ચાટ, છોલે ભટુરે ખાવા ખૂબ જ ગમે છે અને મારી સૌથી પસંદગીની ડીશ છે, પાસ્તા. તો જ્યારે અમે અમારા શોના શૂટિંગ માટે અમૃતસર જાય છીએ ત્યારે સુવર્ણ મંદિર જઈને ઇશ્વરના આશિર્વાદ મેળવ્યા અને ત્યારબાદ ત્યાંની ગલીઓમાં બધું જ અજમાવ્યું. ત્યારબાદ જ્યારે હું ચંદિગઢ ગઈ તો, મેં દરેક ક્ષેત્રની અગણિત વસ્તુઓ અજમાવી અને ત્યાંનું કોઈ પણ ભોજન ‘લસ્સી’ના ગ્લાસ વગર અધુરી છે.