એપ્રિલ શરૂ થયો ત્યાંજ નેત્રંગ નગરમાં વીજ તેમજ પીવાના પાણીના ધાંધીયા શરૂ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ નગર સહિત પંથક ભરમા એપ્રિલ શરૂ થતા જ સુર્ય નારાયણ નો પકોપ ચારે તરફ વહેલી સવારથી જ શરૂ થાય જતો હોવાથી ઉનાળાના શરૂઆતના દિવસોમા જ લોકો હેરાન પરેશાન થઈ તોબા પોકારી રહ્યા છે.તેવા સંજોગોમા લોકો જેના ભરોસે તાપ તડકા તેમજ બફારાથી રાહત મેળવી રહ્યા છે.
તેવા દક્ષિણ ગુજરાત વિજ કંપનીનો વિજ પુરવઠો પણ છેલ્લા બે દિવસ થી સાથ આપતો નથી.બપોરના સમયે જ છેલ્લા બે દિવસથી વિજ ધાંધીયા શરૂ થઈ ગયા છે.
આ બાબતે નગરના વિજ કનેક્શન ધારકો ફરીયાદ નોંધાવવા માટેના મોબાઈલ નંબર પુછપરછ કરવામાં આવે છે તો જવાબ મળે છે કે ઉપર થી જ વિજ કાપ છે.
બીજી તરફ નેત્રંગ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર ને કંપનીએ આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા જણાવે છે, કે નેત્રંગ સબસ્ટેશન મા છેલ્લા બે દિવસ થી ઝીરો પાવર થઈ જાઈ છે.માટે આમ વિજ પુરવઠો ખોરવાઈ જાઈ છે.
નેત્રંગ સબસ્ટેશનની હાલત ઉકાઈ જેવી થાય તે પહેલા જરૂરી મરામત તેમજ ઝીરો પાવર થઈ જવાનો ફોલ્ટ તાત્કાલિક શોધી સુલેહ કરી રાબેતા મુજબ વિજ પુરવઠો ઉનાળા દિવસોમા મળી રહે તે બાબતે કંપની દયાન આપે તે ખાસ જરૂરી છે.
નેત્રંગ નગરમા ગાંધી બજાર વિસ્તારમા ગ્રામ પંચાયત નુ વારીગુહ ડબ્બા ફળીયા વિસ્તારમા આવેલ હોય જયા કુવામા પાણી પુરવઠો હાલની તારીખમા ધંટી ગયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ડબ્બા ફળીયા વારીગુહ કુવામા નેત્રંગ પંચાયત કચેરી ખાતે આવેલ બોર માંથી પાણી નાખવામા આવે છે,
જે લાઈન પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ માંથી જાઈ છે જયા હાલમા નવા ઓરડાનુ બાંધકામ ચાલતુ જેને લઈને છેલ્લા કેટલાક દિવસ થી સદર લાઇન તુટી ગએલ હોવા છતા તેને તાત્કાલિક રીપેરીંગ કોન્ટ્રાક્ટર કરી આપવાની થતી હોવા છતા પણ નેત્રંગ પંચાયતનો વહીવટ કરતા પદાધિકારીઓને પીવાના પાણીની સમસ્યા પર તાત્કાલિક દયાન આપવાના બદલે ફક્ત ને ફક્ત વિકાસના કામો જ રસ છે.